Mon Jun 08 2026

Logo

ખેડૂતો અને ડુંગળીના મુદ્દે રોહિત પવારે નીતેશ રાણેને લીધા આડે હાથઃ પેપર લીક અને ભ્રષ્ટાચાર પર આકરા સવાલો કર્યા

2026-05-18 18:02:14
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. NCP વિધાનસભ્ય રોહિત પવારે ભાજપના નેતા નીતેશ રાણે પર પક્ષ બદલવા અને ખેડૂતોના મુદ્દે મૌન રહેવા બાબતે આકરા પ્રહારો કર્યા છે. પવારે સવાલ ઉઠાવ્યો કે જ્યારે મહાપુરુષોનું અપમાન થાય છે કે ખેડૂતો મુશ્કેલીમાં હોય છે ત્યારે રાણે ક્યાં છુપાઈ જાય છે?

'નીતેશ રાણે, દરમાંથી બહાર આવો. ખેડૂતો હિન્દુ નથી? શિવાજી મહારાજ, મહાત્મા ફૂલે વગેરેનું અપમાન થાય છે ત્યારે તમે દરમાં ઘૂસી ક્યાં છુપાઈ જાઓ છો? અમે તમારી વિસાત ઓળખી ગયા છે. ઉપરી અધિકારીઓ તરફથી આદેશ આવતા તમે નાચવા લાગો છો. ભૂમિકાઓ, વિચારો અને કપડાં બદલાય એમ પક્ષ બદલો છો,' એવા આકરા શબ્દોમાં રોહિત પવારે નિતેશ રાણેને પડકાર ફેંક્યો છે. એનસીપીના વિધાન સભ્યએ વધુમાં જણાવ્યું છે કે  'અમે ખેડૂતો માટે રસ્તાઓ પર ઉતર્યા છીએ. તમે પણ ખેડૂતો માટે લડત ચલાવો. આ વિધાન સભ્યો નેતાઓને ખુશ કરવા માટે બોલી રહ્યા છે. 

જો એકનાથ શિંદે ખેડૂતોના ડુંગળીને યોગ્ય ભાવ આપે, તો અમે પણ તેમને મુખ્ય પ્રધાન બનવા માટે ટેકો આપીશું. જેની પાસે પૈસા છે તેમના બાળકો આગળ વધે છે અને ગરીબોના બાળકો પાછળ રહે છે. પેપર ફૂટવાની ઘટના ભૂતકાળમાં પણ બની હતી.  મુદ્દો ભૂતકાળમાં પણ હતો. પેપર ફૂટવાના કારણે ત્રણ લોકોએ આત્મહત્યા કરી છે.'

ટીકાનો સૂર જારી રાખી રોહિત પવારે એમ પણ જણાવ્યું હતું કે 'એક કે બે લોકોને નિશાન બનાવવામાં આવ્યા. ખરાતનું  એન્કાઉન્ટર થઇ શકે છે. પોલીસ સ્ટેશનમાં તેની હત્યા થઈ શકે છે. મહિલાઓ સાથે થયેલા અન્યાય બદલ કાર્યવાહી થવી જોઈએ.'ડુંગળીના રાજકારણ વિશે પવારે જણાવ્યું હતું કે 'સત્તામાં બેઠેલા નેતાઓ નાફેડ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. તેની તપાસ કેવી રીતે થશે? ભોંદુ બાબા ખરાત કરનાર ડુંગળી ખરીદી રહ્યો છે કારણ કે નેતાઓની નિકટ છે. પૂજાપાઠ છોડીને ડુંગળી અને જમીન ખરીદી રહ્યો છે.'