Wed Aug 19 2026

Logo

ફ્લાઈટમાં મુસાફરી કરતાં પહેલા વાંચી લો સરકારનો આ રિપોર્ટ, બેસતાં પહેલા કરશો 100 વખત વિચાર

2026-03-27 15:12:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ એરલાઈન્સના ઓડિટ રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી હતી. એર ઇન્ડિયાની 166  ફ્લાઈટનું ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાંથી 137માં વારંવાર ટેકનિકલ ખામીની સમસ્યા જોવા મળી હતી. બીજી તરફ, એર ઇન્ડિયા એક્સપ્રેસની 101 ફ્લાઈટમાંથી 54માં ટેકનિકલ ખામી હતી. રિપોર્ટ મુજબ, 50 ટકા કોમર્શિયલ ફ્લાઈટ્સમાં ટેક્નિકલ ખામી હત. ગત વર્ષે કરવામાં આવેલા ઓડિટમાં  754 કમર્શિયલ ફ્લાઈટ્સમાંથી 377 વિમાનમાં વારંવાર ટેક્નિકલ ખામી જોવા મળી હતી.

પેનલે  જણાવ્યું હતું કે સૌથી વધુ ઓડિટ ઈન્ડિગોની ફ્લાઈટનું કરવામાં આવ્યું હતું. ટેકનિકલ ખરાબીવાળી ફ્લાઈટના લિસ્ટમાં પણ ઈન્ડિગો સૌથી ઉપર હતી. 3 ફેબ્રુઆરી સુધી ઈન્ડિગોની 405 ફ્લાઈટ્સનું ઓડિટ થયું હતું, જેમાંથી 148માં ટેકનિકલ ખામી સામે આવી હતી.

એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાઈન્સ પણ આ મામલે સૌથી આગળ હતી. એર ઈન્ડિયાની 166 ફ્લાઈટ્સનું ઓડિટ થયું હતું. જેમાંથી 137માં વારંવાર ટેકનિકલ સમસ્યા જોવા મળી હતી. જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસની 101માંથી 54 ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી હતી.

ગત વર્ષે 12 જૂને અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ ડીજીસીએ દ્વારા 1-4 જુલાઈ, 2025 દરમિયાન જે ફ્લાઈટનું ઓડિટ થયું હતું તેનો પણ ઉલ્લેખ આ રિપોર્ટમાં છે. રિપોર્ટમાં બોઈંગ 787 અને 777 ફ્લાઈટ્સના પાઇલટની ટ્રેનિંગમાં વારંવાર થતી ભૂલોનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત ઓછામાં ઓછી ચાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં પૂરતો કેબિન ક્રૂ નહોતો. તેમ જ ફ્લાઈટ ડ્યૂટી ટાઈમ લિમિટેશનના ઉલ્લંઘનને લઈ પણ રિપોર્ટમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી  છે.

પેનલે એરલાઇન્સ વિરુદ્ધ કરવામાં આવેલી નિયામક કાર્યવાહીઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં સુરક્ષા નિયમોના ભંગ બદલ DGCA દ્વારા એર ઇન્ડિયાને મોકલવામાં આવેલી 9 શો-કોઝ નોટિસનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, 2025ના અંત સુધીમાં એરલાઇન્સને 19 નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં ફ્લાઇટ ડ્યુટીના નિયમોનું ઉલ્લંઘન, કોકપિટમાં બિનઅધિકૃત પ્રવેશ અને એક્સપાયર્ડ ઇમરજન્સી ઇક્વિપમેન્ટ સાથે વિમાનોના ઉપયોગ જેવી બાબતો સામેલ છે.

રિપોર્ટમાં DGCAમાં ખાલી પડેલી 48.3 ટકા જગ્યાઓ તરફ ઈશારો કરતા એવિએશન સેક્ટરની ક્ષમતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, સ્ટાફની અછતને કારણે ઝડપથી વિકસી રહેલા એવિએશન સેક્ટરનું અસરકારક રીતે નિરીક્ષણ કરવાની રેગ્યુલેટરની ક્ષમતા પર સવાલો ઊભા થાય છે.

રિપોર્ટમાં આ ખામીઓ તરફ ધ્યાન દોરતા તાત્કાલિક સુધારાની સલાહ આપવામાં આવી છે. પેનલે ત્રુટિઓને દૂર કરવા, મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક અમલીકરણ, બહેતર દેખરેખ પ્રણાલી અને સંસ્થાકીય ક્ષમતામાં સુધારો કરવાની ભલામણ કરી હતી.