યુટ્યૂબર રણવીર ઈલાહાબાદિયા ક્યારેક વિવાદોને કારણે તો ક્યારેક પોતાના પોડકાસ્ટને કારણે લાઈમલાઈટ રહેતો હોય છે. પરંતુ આ વખતે રણવીર પોતાના લગ્નને કારણે ચર્ચામાં આવ્યો છે. જી હા, હાલમાં ખુદ રણવીએ લગ્નને લઈને હિંટ આપી છે, જેને કારણે ફેન્સ પણ એકદમ ઉત્સાહમાં આવી ગયા છે. આ સિવાય રણવીરે અનેક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ વિસ્તારથી...
વાત જાણે એમ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાન હાલમાં પોતાના કૂકિંગ વ્લોગ માટે રણવીર ઈલાહાબાદિયાના ઘરે પહોંચ્યા હતા. આ વ્લોગ દરમિયાન રણવીરે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને અનેક વાતો શેર કરી હતી. રણવીરે હાઉસ ટૂર અને કુકિંગ સેશન વચ્ચે ફરાહ ખાનના કૂક દિલીપે હસતાં હસતાં રણવીરને કેટલાક સીરિયસ સવાલો પૂછ્યા હતા.
દિલીપે રણવીને પૂછ્યું હતું કે શું તમારા લગ્ન થઈ ગયા છે? જેના જવાહમાં રણવીરે કહ્યું કે ટૂંક સમયમાં જ હું લગ્ન કરીશ. રણવીરનો આ સવાલ સાંભળીને ફરાહ ખાન પણ શોક થઈ ગયા હતા અને તેમણે કહ્યું કે આ તો મોટી બ્રેકિંગ ન્યુઝ મળી ગઈ છે.
ફરાહ ખાન સાથેની વાતચીત દરમિયાન રણવીરે જણાવ્યું કે ઈન્ડિયાઝ ગોટ લેટેંટને લઈને થયેલી કોન્ટ્રોવર્સી પર પણ વાત કરી હતી. રણવીરે આ સમયે કહ્યું કે એ સમયે થયેલી કોન્ટ્રોવર્સી દરમિયાન અનેક મોટા મોટા સેલેબ્સે ફોન કરીને મને સપોર્ટ કર્યો હતો. જ્હોન અબ્રાહમ સરે મને કોલ કરીને કહ્યું કે તારે તારી જાતને હેન્ડલ કરવી પડશે, મીડિયામાં બધુ નોર્મલ છે. આ સિવાય સોનુ નિગમ, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ અને યુઝવેન્દ્ર ચહલે પણ મને કોલ કરીને સપોર્ટ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રણવીરને લઈને એવી ચર્ચા ચાલી રહી હતી કે તે નિક્કી શર્માને ડેટ તકરી રહ્યો છે, પરંતુ ત્યાર બાદ બંનેના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. ગયા વર્ષે રણવીરે દિવાળી પર મિસ્ટ્રી ગર્લ સાથેના ફોટો શેર કર્યા હતચા. એ સમયે એવી ચર્ચા ચાલી હતી કે તે ઈન્ફ્લ્યુએન્સર અને મોડેલ જુહી ભટ્ટ સાથે રિલેશનશિપમાં છે. પરંતુ બંને જણે પોતાની રિલેશનશિપને લઈને કોઈ ખુલાસો નથી કર્યો.
હવે ફરાહ ખાનના કુકિંગ વ્લોગ પર રણવીરે લગ્નને લઈને કરેલો ખુલાસો સાંભળીને રણવીરના ફેન્સ તો એકદમ ઉત્સાહમાં આવી ગયા છે. જોકે, ફેન્સ એ જાણવા માટે ઉત્સુક છે કે આખરે રણવીર કોને ડેટ કરી રહ્યો છે અને તેની થનારી દુલ્હનિયા કોણ છે.