ટૂંકું ને ટચ - ડી.જે. નંદન
સાલ 2007માં ફિલ્મ ‘સંવારિયા’ આવી હતી અને એની સાથે બોલિવૂડની નંબર એક ફૅમિલીની ચોથી પેઢીના રૂપમાં રણબીર કપૂરનું ડેબ્યુ થયું હતું. આ કપૂર ખાનદાની ચોથી પેઢી હતી. એ તો દેખીતું છે કે તેના પર શરૂઆતથી જ ભાવિ સુપરસ્ટારની આશા મંડાયેલી હતી. રણબીર કપૂર ખાનદાનનો વારસો, બહેતર ટ્રેનિંગ અને સુપર રોમાન્ટિક હીરો તેમ જ આર્ટ હાઉસ અભિનેતાનો ઢાંચો ધરાવે છે. આ જ કારણ છે કે તની પહેલી ફિલ્મ અસફળ રહી. જોકે રણબીરની અભિનય ક્ષમતા અને એની ચુંબકીય પર્સનાલિટી અંગે કોઈને શંકા નહોતી. ત્યાર બાદની ફિલ્મ ‘બચના એ હસીનો’, ‘વેકઅપ સિડ’ અને ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ જેવી ફિલ્મોએ પુરવાર કરી આપ્યું હતું કે તે ફક્ત સ્ટારકિડ નથી, પરંતુ એક ઉત્કૃષ્ટ અભિનેતા પણ છે. સાલ 2009માં ‘વેકઅપ સિડ’માં તેણે શહેરી યુવાનોની સમસ્યાને ઉજાગર કરી. સાલ 2011માં ‘રોક સ્ટાર’માં ઝનૂની કલાકરનો અભિનય કર્યો હતો જે તેનો માઈલસ્ટોન બન્યો હતો. ત્યાર બાદ રણબીર કપૂરે ખાનદાનનો વારસો જાળવી રાખ્યો.
હકીકતમાં રણબીરના પરદાદા પૃથ્વીરાજ કપૂર થીયેટરના સ્તંભ હતા. તેમના દાદા રાજ કપૂર બોલિવૂડના શો મેન હતા. તેના પિતા ઋષિ કપૂર તેના જમાનાના સૌથી રોમાન્ટિક હીરો હતા. પછી તેઓ કેરેકટર એક્ટર બન્યા હતા. આ વારસાને આગળ વધારવાનો બોજો રણબીરે સારી રીતે ઉપાડ્યો. રણબીર કપૂરની સફળ કારકીર્દિ બે ધારામાં આગળ વધે છે. તેણે ‘રોક સ્ટાર, ‘બરફી’, ‘તમાશા’ અને ‘સંજુ‘ જેવા ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો. બીજી બાજુ ‘યે જવાની હૈ દીવાની’ ‘ અજબ પ્રેમ કી ગજબ કહાની’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મ માસ એન્ટરટેનર રહી અને એમાં રણબીર છવાઈ ગયો. તેની ફિલ્મ આસાનીથી 100 કરોડ ક્લબનો ભાગ બની જાય છે અને તેનો અભિનય દર્શકોને મંત્રમુગ્ધ કરી નાખે છે. ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મે 2013માં 200 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. ‘સંજુ’ ફિલ્મે 2018માં 340 કરોડ રૂપિયાથી વધારેનો ધંધો કર્યો. ‘એનિમલ’ ફિલ્મે આખી દુનિયામાં 900 કરોડ રૂપિયાથી વધારેનો બિઝનેસ કર્યો. આ આંકડા સિદ્ધ કરે છે કે તે પ્રતિભાશાળી અભિનેતા જ નહીં, પરંતુ પેન ઈન્ડિયા સુપરસ્ટાર પણ છે.
રણબીર અભિનેતા અને સુપરસ્ટાર જેવી બે ધારાઓમાં પોતાનું વજૂદ બનાવ્યું છે. તે જોખમી પ્રયોગ કરતા અચકાતો નથી. તેની ‘બેશર્મ’ અને ‘બૉમ્બે વેલવેટ’ અસફળ ફિલ્મ રહી. જોકે આ ફિલ્મમાં તેના અભિનયની સરાહના થઈ. મહત્ત્વની વાત એ છે કે અસફળતાની ચિંતા કર્યા વિના તે અખતરા કરતો રહે છે. ભવિષ્યમાં પણ તેના પ્રયોગોની નવી તાસીર જોવા મળશે. એક તરફ તેણે ‘એનિમલ’ જેવી ઝનૂની ફિલ્મ પણ કરી. તેની આગામી ફિલ્મમાં તે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના રોલમાં આવવાનો છે. જોવાનું એ છે કે તેના ચાહકો બે અલગ અલગ પ્રવાહના અભિનયને પચાવી શકશે કે નહીં. તેમના અભિનયની વિશ્ર્વસનીયતા એ છે કે તેનો કેરિયર ગ્રાફ ન તો તીરની જેમ ઉપર ગયો છે અને ન તો તે દુર્ઘટનાગ્રસ્ત વિમાનની જેમ નીચે આવ્યો છે. તેનો કેરિયર ગ્રાફ પહાડ જેવો રહ્યો છે, જેમાં ચડાણ, ઢાળ અને ઊંચાઈ બધું જોવા મળે છે.
હકીકતમાં તેના બે દસકાની અભિનય સફરે સાબિત કર્યું છે કે તેે કપૂર ખાનદાનના વારસાને આગળ વધારનાર પર્સનાલિટી છે. તેણે અભિનય અને સ્ટારડમ વચ્ચે એક સેતુ બનાવ્યો છે જે દરેક એક્ટરના વશની વાત નથી. તેણે એક મજબૂત ફેન બેઝ બનાવ્યો છે અને મોટા બજેટના નિર્માતા તેના પર વિશ્ર્વાસ રાખે છે.
રણબીર કપૂરની બોલતી આંખો અને સાહજિક બોડી લેન્ગવેજ સંવાદો સાથે દર્શકોને જોડે છે અને એ જ પ્રમાણે તેનુ મૌન પણ ચાહકોને મંત્રમુગ્ધ કરે છે.