Mon Sep 07 2026

Logo

રાજકોટમાં SOGની ટીમે મોંઘીદાટ કારમાં હથિયારો સાથે વિદ્યાર્થીઓને ઝડપ્યા! શું થયો ખુલાસો?

2026-05-16 15:56:18
Author: Devayat Khatana
રાજકોટમાં SOGની ટીમે મોંઘીદાટ કારમાં હથિયારો સાથે વિદ્યાર્થીઓને ઝડપ્યા! શું થયો ખુલાસો?

રાજકોટઃ આજના સમયમાં યુવકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં પણ ગુનાનુ પ્રમાણ સતત વધી રહ્યુ છે. ત્યારે રાજકોટના ન્યારી ડેમ પાસે SOGએ એક કાર્યવાહી કરીને લાખોની કારમાં ફરતા વિદ્યાર્થીઓને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી લીધા હતા. રાજકોટ શહેરના ન્યારી ડેમ વિસ્તારમાંથી એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર હથિયારો સાથે કેટલાક વિદ્યાર્થીઓને ઝડપી પાડ્યા હતા. લાખોની કિંમતની લક્ઝરી કારમાં ફરતા યુવકો પાસેથી હથિયારો મળતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા ચાલી રહી હતી.

મળતી વિગતો અનુસાર, માહિતી મુજબ એસઓજી ટીમને બાતમી મળી હતી કે ન્યારી ડેમ નજીક કેટલાક યુવકો શંકાસ્પદ હાલતમાં કારમાં ફરી રહ્યા હતા. જેના આધારે પોલીસે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી.  દરમિયાન પોલીસે એક લક્ઝરી કારને રોકી ચેકિંગ કરતાં યુવકો પાસેથી ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા યુવકો વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેમની પાસેથી મળેલા હથિયારો કબજે કરી લીધા હતા તેમજ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા અને તેનો શું ઉપયોગ થવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આરોપી યુવકો સામે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સાથે જ કાર અને મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલની પણ તપાસ કરવામાં આવી રહી છે.