Mon Sep 14 2026

Logo

કર્ણાટકના મુખ્યમંત્રી  ડી.કે. શિવકુમારના શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી સામેલ થશે

2026-06-01 21:55:29
Author: Chandrakant Kanoja
કર્ણાટકના મુખ્યમંત્રી  ડી.કે. શિવકુમારના શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી સામેલ થશે

બેંગલુરૂ: કર્ણાટકના નવા મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર 3 જૂને શપથ લેવાના છે. બેંગલુરૂમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજર રહેશે. જેના પગલે હાલ  આ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી તરીકે સિદ્ધરામૈયાએ રાજીનામું આપી દીધું છે. 

કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા

જેની બાદ શનિવારે ડી.કે. શિવકુમારને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. કર્ણાટકમાં મુખ્યમંત્રી સહિત કુલ 34 મંત્રીઓનું મંત્રીમંડળ છે. મંત્રી પદ માટે મોટી સંખ્યામાં દાવેદારો અને ઉપલબ્ધ પદોની મર્યાદિત સંખ્યાને ધ્યાનમાં રાખીને ડી કે શિવકુમાર સામે સંતુલન જાળવવાનો પડકાર છે.કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન માટે કોંગ્રેસ હાઇકમાન્ડની મંજૂરી મળ્યા બાદ ડી.કે. શિવકુમાર  રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. પરંતુ મંત્રીમંડળ અંગેનો મુદ્દો હજુ પણ સ્થિતી સ્પષ્ટ નથી. 

રાહુલ ગાંધી 4 અને 5 જૂનના રોજ ઉત્તરાખંડના  પ્રવાસે

આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યા  બાદ રાહુલ ગાંધી  4 અને 5 જૂનના રોજ ઉત્તરાખંડના પ્રવાસે રહેશે. 4 જૂનના રોજ  રાહુલ ગાંધી ઉત્તરાખંડના અલ્મોડામાં એક જાહેર રેલીને સંબોધિત કરશે. ત્યારબાદ, તેઓ પૌરી જશે, જ્યાં તેઓ ભૂતપૂર્વ સૈનિકો સાથે વાતચીત કરશે. 5 જૂનના રોજ રાહુલ ગાંધી દેહરાદૂન અને મસૂરીમાં કોંગ્રેસના નેતાઓ અને  કાર્યકરો સાથે વાતચીત કરશે.