Thu Jul 23 2026

Logo

PM આવાસ નજીક રાહુલ-પ્રિયંકાની પોલીસે કરી અટકાયત, જંતરમંતર પર વધ્યો રાજકીય તણાવ

2026-07-21 20:16:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દિલ્હીમાં ચોમાસુ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. સંસદની બાહર પણ હંગામો થઈ રહ્યો છે અને સંસદમાં પણ બોલાચાલીથી લઈ રાજકીય હંગામો શરૂ થઈ ગઈ છે. જંતરમંતર પર અનશન પર બેઠેલા સોનમ વાંગચૂકની ભૂખ હડતાળ સમેટાઈ નથી. યુવાનોના સમર્થન વચ્ચે હવે સમગ્ર ઘટનાને રાજકીય સ્પર્શ લાગી ચૂક્યો છે. આજે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન આવાસ સુધી રેલી કરતા મામલો ગરમાયો હતો. એ પછી રાહુલ ગાંધી અને પ્રિયંક ગાંધી તથા અન્ય કોંગ્રેસના સાંસદ વડા પ્રધાન આવાસની નજીક ધરણા પર બેસી ગયા હતા. યુવાનો પર ખોટી રીતે થયેલા લાઠીચાર્જના મુદ્દે કોંગ્રેસે વડા પ્રધાન આવાસ તરફ માર્ચ કરીને, ધરણા પ્રદર્શન ચાલુ રાખ્યા પછી વિવાદ વકર્યો હતો.

રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન
આ પ્રદર્શનમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પવન ખેડા, અમરિંદર સિંહ રાજા, દીપેન્દ્ર હુડ્ડા અને કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સહિત અનેક મોટાનેતાઓ જોડાયા હતા. આ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદી પાસેથી જવાબ માંગવા માટે એમના ઘર સુધી માર્ચ કરવામાં આવી હતી.સરકારે એક દિવસ પહેલા યુવાનો પર બર્બરતાથી લાઠીચાર્જ કરાવ્યો, પણ સરકાર ન તો જવાબદારી લેવા માગે છે ન તો આ મુદ્દા પર સંસદમાં બેસીને ચર્ચા કરવા માગે છે. 

અમે યુવાનો-વિદ્યાર્થીઓ સાથે છીએ. વડા પ્રધાન અને ગૃહમંત્રીએ દેશના યુવાનોનું ભવિષ્ય બર્બાદ કરવા બદલ રાજીનામું આપી દેવું જોઈએ. યુવાનો સાથે થયેલી કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ કરવા કોંગ્રેસે માગ કરી છે. સરકાર યુવાનોનો અવાજ દબાવી દેવા માગે છે. સરકાર તરફથી આ વિરોધ પ્રદર્શનને લઈ હજુ સુધી કોઈ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી. સમાજવાદી પાર્ટી (સપા)ના નેતા અખિલેશ યાદવે આ વિષય પર કહ્યું કે, વડા પ્રધાનની જવાબદારી છે કે, વિદ્યાર્થીઓની માગ તેઓ પહેલા સાંભળે, આખરે ક્યા કારણોસર તેઓ વિદ્યાર્થીઓનું સાંભળતા નથી. 

પ્રિયંકા ગાંધીને બળજબરીથી બસમાં બેસાડ્યાં
આજે સાંજે સાત વાગ્યે દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના મોટા નેતાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. કોંગ્રેસે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને અન્ય કેટલાક નેતાઓની અટકાયત કરી છે. પોલીસ એ વાત જણાવવા માટે તૈયાર નથી કે, અમારા નેતાઓને પોલીસ ક્યા સ્થાને લઈ જઈ રહી છે. સરકાર અને દિલ્હી પોલીસની આ વિષયને લઈ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી નથી. સાંજે સાત વાગ્યા સુધીમાં વિરોધ પ્રદર્શન, જે સ્થળે થયું એ જગ્યા ખાલી કરાવી દીધી હતી. પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવને બસમાં જબરદસ્તી કરી બેસાડી દેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ માંગણી કરી હતી કે, જો સરકાર સંસદમાં NEET અને તેનાથી સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા સંમત થાય, તો તેઓ તાત્કાલિક પોતાનો વિરોધ પાછો ખેંચી લેશે. જોકે, એના વીડિયો વાયરલ થયા પછી યૂઝર્સે ચોંકાવનારી પ્રતિક્રિયા આપી હતી.

યાદી તૈયાર કરીને આપવા માગ
થોડા સમય પછી, સરકારના ટોચના નેતૃત્વ તરફથી મંજૂરી મળ્યા બાદ, રાહુલ ગાંધીને ખાતરી આપવામાં આવી કે તેમની માંગ સ્વીકારવામાં આવી છે અને સરકાર NEET અને તેનાથી સંબંધિત તમામ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે. CJP પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે ક્રૂર, લગભગ ઘાતક બળનો ઉપયોગ કરીને હજારોની સંખ્યામં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરતા યુવાનોની અટકાયત કરી લીધી છે. 

તેઓ ન તો વકીલોને તેમને મળવા દેતા છે અને ન તો અટકાયતમાં લેવાયેલા લોકોની સંપૂર્ણ યાદી આપી રહ્યા છે. તેથી જો અટકાયતીઓના આ બંધારણીય અધિકારને ત્યાં સુધી સમર્થન આપવામાં નહીં આવે તો અમે આજે રાત્રે 8 વાગ્યે દિલ્હી પોલીસ મુખ્યાલયની બહાર શાંતિપૂર્ણ ધરણા કરીશું!આ વાત સામે આવ્યા બાદ વડા પ્રધાન આવાસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. 

સરકાર ચર્ચા કરવા તૈયાર
કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલને પોલીસે લોક કલ્યાણ માર્ગ તરફ જતા રોકી દેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રાહુલ ગાંધી સાથેની તેમની મુલાકાત અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ માંગ કરી હતી કે જો સરકાર NEET અને તેનાથી સંબંધિત વિરોધ પ્રદર્શનો સંબંધિત તમામ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા સંમત થાય, તો તેઓ તાત્કાલિક તેમના ધરણા પ્રદર્શનને પાછું ખેંચી લેશે.

સરકારના ટોચના નેતૃત્વ તરફથી મંજૂરી મળ્યાની થોડીવારમાં રાહુલ ગાંધીને ખાતરી આપવામાં આવી કે તેમની માંગ સ્વીકારવામાં આવી છે અને સરકાર NEET અને તેનાથી સંબંધિત વિરોધ પ્રદર્શનો સંબંધિત તમામ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે.