નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો તેના પર અત્યારે ચર્ચા ચાલી રહી છે. તેવામાં હવે કોંગ્રેસે પ્રસ્તાવ લાવતા કહ્યું કે, ઓમ બિરલાએ વિપક્ષ નેતાને બોલવા માટેનો સમય નથી આપ્યો! વિપક્ષ નેતા (રાહુલ ગાંધી)ને 20 વખત બોલવા રોકવામાં આવ્યાં તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ પર હવે ભાજપ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. આ મુદ્દે સરકારે જવાબ આપતા કોંગ્રેસને આડે હાથ લેવાનો પ્રયત્ન કર્યો છે.
ભારતના દરેક ગામ-શહેરમાં જલેબીની ફેક્ટરી લગાવવી છે
ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીને બોલવા દેવામાં આવતા નથી તેવી ફરિયાદ છે, પરંતુ હવે પ્રશ્ન એ છે કે, આખરે તેઓ શું બોલે છે? રવિશંકર પ્રસાદે કહ્યું કે, ‘હું જ્યારે હરિયાણામાં ચૂંટણી પ્રચાર માટે ગયો ત્યારે કોઈએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જલેબીની ફેક્ટરી લગાવશે. મને વિશ્વાન ના આવ્યો તે મને વીડિયો પણ બતાવવામાં આવ્યો હતો’. રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોઈ નેતા આવું કઈ રીતે કહી શકે? ભારતના દરેક ગામ અને શહેરમાં ક્યાંય જલેબીની ફેક્ટરી લાગી હોય તેવું સાંભળ્યું નથી.
અવિશ્વાસનો પ્રસ્તાવને કોંગ્રેસનો અહંકાર
એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધીએ અમેરિકી રાજદૂતને પણ એવું કહ્યું હતું કે, ભારતમાં ઇસ્લામિક કટ્ટરપંથથી વધારે ચિંતાની વાત તો હિન્દુ કટ્ટરપંથીઓ છે. રાહુલ ગાંધી કઈ જગ્યાએ શું બોલે છે? તેની તમામ વિગતો મારી પાસે છે તેવું ભાજપ નેતાએ જણાવ્યું હતું. લોકસભા સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તે પણ એક મોટા અહંકારનું પ્રતિક હોવાનો પણ ભાજપ નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો
ભાજપના નેતાએ વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી એવું કહે છે કે, તપસ્યા કરવાથી ગરમી આવે છે. રાહુલ ગાંધીના આવા નિવેદનોના કારણે વિપક્ષ બદનામ અને હાસ્યાસ્પદ બને છે તેવું ભાજપ નેતાનું કહેવું છે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા ભાજપ નેતા રવિશંકર પ્રસાદે ઈન્દિરા ગાંધીની પણ ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે, ઈન્દિરાજીના પૌત્ર પાસે કેવું જ્ઞાન છે? આ આક્ષેપ રાહુલ ગાંધીની તપસ્યા અંગેના નિવેદનો પણ કર્યો છે. મૂળ વાત એ છે કે, આ બાબતે રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે કે તેમને બોલવાનું કઈ ભાન હોતું નથી! તમને જણાવી દઈએ કે, લોકસભાના સ્પીકર પર લાવેલા અવિશ્વાસના પ્રસ્તાવ સામે આજે અમિત શાહ પણ ભાષણ આપવાના છે.