Sun May 24 2026

Logo

‘આગામી 1 વર્ષમાં સરકાર ઘૂંટણિયે આવી જશે’, આર્થિક સંકટ પર રાહુલ ગાંધીની મોટી ભવિષ્યવાણી

2026-05-24 14:26:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના લઘુમતી વિભાગની સલાહકાર સમિતિની પહેલી બેઠકમાં રાહુલ ગાંધીએ વાત કરી છે, તેને લઈને અત્યારે ભારે ચર્ચાઓ થઈ રહી છે. આ બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, "આ મારી ભવિષ્યવાણી છે કે, આગામી એક વર્ષમાં આર્થિક સંકટના કારણે સરકાર ઘૂંટણિયે આવી જશે’. દિલ્હીમાં કોંગ્રેસના લઘુમતી વિભાગની બેઠકમાં આ વાત કરી હતી. આર્થિક સરકારના કારણે આગામી એક વર્ષમાં ઘૂંટણિયે આવી જશે અને તે આ સ્થિતિને સંભાળી પણ નહીં શકે. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે, મારી ભવિષ્યવાણીઓ ક્યારેય ખોટી નથી હોતી!

ભારતમાં વિદેશી રોકાણ ઘટ્યું હોવાનો રાહુલ ગાંધીનો દાવો

વિપક્ષ નેતા રાહુલ ગાંધીનું કહેવું છે કે, ભારતમાં હવે ધ્રુવીકરણની રાજનીતિ ચાલશે નહીં, દેશની આર્થિક સ્થિતિ વધારેને વધારે વિકટ થવાની છે. તેમનો દાવો છે કે, ભારતમાં અત્યારે વિદેશી રોકાણ ઓછું થઈ રહ્યું છે અને આર્થિક સંકટ પણ વધી રહ્યું છે. જે સ્થિતિને સરકાર સંભાળી શકશે નહીં. આ સાથે વિપક્ષ નેતા રાહુલ ગાંધીનું કહેવું છે કે, જો ચૂંટણી મેન્યુપ્લેટ ના થાય, તો સરકાર આગામી વર્ષમાં ચૂંટણી હારવા લાગશે. ભારતમાં હવે લડાઈ અમીર અને ગરીબની છે. કોંગ્રેસ પાર્ટી સમુદાયથી ઉપર જઈને ગરીબોની લડાઈ લડી રહી છે. 

કોંગ્રેસ પાર્ટી જે સમુદાયો પર અત્યાચાર થઈ રહ્યો છે તેનો સાથ આપે છે અને તેમના માટે લડે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા હોય, તો વ્યક્તિએ મહિલાઓનું નામ લઈને તેમની લડાઈ લડવી જોઈએ; તેવી જ રીતે, જો દલિત કે મુસ્લિમ સમુદાયો પર અત્યાચાર થઈ રહ્યા હોય, તો વ્યક્તિએ દલિત અને મુસ્લિમ સમુદાયોના નામ લઈને તેમની લડાઈ લડવી જોઈએ.

લઘુમતી સમુદાયનો સાથે વાતચીત વધારવા પર ભાર મૂકાશે?

આ બેઠકમાં લઘુમતી વિબાગના ચેરમેન ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, પાર્ટીએ લઘુમતી સમુદાયનો સાથે વાતચીત વધુ વધારવી જોઈએ. બેઠકમાં લઘુમતી સમુદાયના બાવન નેતાઓએ ભાગ લીધો હતો, જે દરમિયાન રાહુલ ગાંધીએ તેમને નિર્ભયતાથી અને ખુલ્લેઆમ દરેક સમુદાયના હિતનું સમર્થન કરવા વિનંતી કરી હતી. કોંગ્રેસે અત્યારે ભાજપને હરાવવા માટે નહીં પરંતુ પોતાની વિચારધારાના નામે મત માંગવા જોઈએ તેવી વાત ઈરમાન મસૂદે કરી હતી.