Fri May 01 2026

Logo

પંજાબ વિધાનસભામાં હોબાળો: CM ભગવંત માન દારૂ પીને આવ્યા હોવાનો આરોપ, વિપક્ષે કરી ટેસ્ટની માંગ!

2026-05-01 16:16:03
Author: Savan Zalariya
Article Image

X@Akali_Dal_


ચંદીગઢ: આજે પંજાબ વિધાનસભામાં મજૂર દિવસ નીમેતે આયોજિત સ્પેશિયલ સેશન દરમિયાન હોબાળો મચી ગયો. વિપક્ષે આરોપ લગાવ્યો કે મુખ્ય પ્રધાન ભગવંત માન દારૂ પીધેલી હાલતમાં ગૃહમાં આવ્યા છે. વિપક્ષના વિધાન સભ્યોએ ભગવંત માનનો બ્રીથ એનાલાઈઝર ટેસ્ટ કરવવાની માંગ કરી.

વિધાન સભાની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના એક વિધાનસભ્યએ દાવો કર્યો કે મુખ્ય પ્રધાન  ભગવંત માન દારૂ પીને વિધાનસભા ગૃહમાં હાજર થયા છે. ત્યારબાદ હોબાળો મચી ગયો, વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ તમામ વિધાનસભ્યોનો બ્રીથ એનાલાઈઝર ટેસ્ટ કરાવવાની માંગ કરી. તેમણે કહ્યું કે "રાજ્યના વડા" સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે, આથી સત્ય સાબિત કરવા માટે દરેક વિધાનસભ્યનો ટેસ્ટ કરાવવો જોઈએ.

શિરોમણી અકાલી દળે પણ મુખ્ય પ્રધાન આરોપ લગાવ્યા. પક્ષે  વિધાનસભા કાર્યવાહીના વીડિયો શેર કર્યા  અને ગંભીર આરોપો લગાવ્યા. પાર્ટીએ કહ્યું કે મજૂર દિવસ પર મુખ્ય પ્રધાનદારૂ પીને વિધાનસભામાં આવે એ “ખૂબ જ શરમજનક" છે. 

અકાલી દળે માંગ કરી કે ભગવંત માનનો ડોપ ટેસ્ટ કરાવવામાં આવે, જેથી સત્ય બહાર આવે.

વિપક્ષના હોબાળા સામે મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું કે આ ખાસ સત્ર મજૂર દિવસ માટે બોલાવવામાં આવ્યું છે, તેમણે તમામ સભ્યોને દલીલો ટાળવા અને ગૃહમાં શિષ્ટાચાર જાળવવા વિનંતી કરી.

પંજાબ વિધાનસભાના સ્પીકરે 'તાત્કાલિક' ડોપ ટેસ્ટ કરાવવાની વિપક્ષની માંગને પણ ફગાવી દીધી હતી. 

વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ માનના 'વર્તણૂક' પર ચિંતા વ્યક્ત કરી હતી અને સ્પીકરને પત્ર લખ્યો હતો. બાજવાએ પત્રમાં લખ્યું, "ચાલુ સત્ર દરમિયાન આજે બનેલી એક ઘટના,  માનનીય મુખ્યપ્રધાનના વર્તન અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે. માનનીય મુખ્ય પ્રધાન સભ્ય દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપ્યા વિના ગૃહ છોડી ગયા."