મુંબઈઃ બોલીવુડની સફળ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ફિલ્મ 'વારાણસી'ના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. એક લાંબા સમયના બ્રેક બાદ તે એક બિગ બજેટ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહી છે. પણ 'વારાણસી' ફિલ્મ સિવાય પણ ઘણા એવા ફિલ્મના પ્રોજેક્ટ છે જેના પર તે ખૂબ સારી રીતે કામ કરી શકે છે. બોલીવુડમાં કામ કર્યા બાદ હવે હોલીવુડની ફિલ્મમાં તે ફરી પોતાની એક્ટિંગનો અંદાજ બતાવવા માટે તૈયારીઓ કરી રહી છે. બોલીવુડની આ ફિલ્મનું કામ કરીને તે હોલીવુડના એક પ્રોજેક્ટ સાથે જોડાય એવા રિપોર્ટ મળ્યા છે.
હોલીવુડ સ્ટાર સાથે જોવા મળશે
જો બધુ વ્યવસ્થિત રહ્યું અને એક્ટ્રેસના શેડ્યુલ પ્રમાણે થયું તો હોલિવૂડ સ્ટાર રસલ ક્રો સાથે તે સ્ક્રીન શૅર કરતી જોવા મળશે. આ સિવાય તે એન્જેલીના જોલી સાથે પણ સ્ક્રિન શૅર કરશે. આ બન્ને હોલીવુડની ફિલ્મ છે. આ સિવાય ફિલ્મનિર્માતા મીરા નાયરની ફિલ્મ અમરીમાં જોવા મળી શકે છે. આ ફિલ્મમાં તેની ભૂમિકા ખૂબ મોટી અને મહત્ત્વની માનવામાં આવે છે. મેડમ અજુરીનો રોલ તે પ્લે કરી રહી છે.
આ ફિલ્મમાં જયદીપ અહલાવત અને અંજલી શ્રીવર્મન જોવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મને લઈને એક્ટ્રેસે ખાસ કોઈ વાત તો સ્પષ્ટ કરી નથી પણ બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં આ ફિલ્મ સાથે પ્રિયંકાનું નામ જોડાયું હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મ એકાદ વર્ષ પછી રિલીઝ થાય એવી પૂરી શક્યતાઓ છે.
આ સિવાય 'જજમેન્ટ ડે' જેવી ફિલ્મમાં પણ તે જોવા મળી શકે છે. નિકોલસ સ્ટોલર નામના ફિલ્મમેકર આ ફિલ્મ તૈયાર કરી રહ્યા છે. વિલ ફેરેલ, જૈક એફ્રોન અને બિલી ઈનચર જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે.
મોટા ભાગના પ્રોજેક્ટ હોલીવુડના
આ સિવાય 'બ્લુફ્લાઈ' ફિલ્મમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે. આ ફિલ્મમાં તે રસેલ ક્રો સાથે જોવા મળી શકે છે. હોલીવુડના મોટા કલાકારોની વાત થાય છે ત્યારે ટોપ પાંચમાં રસેલ ક્રોનું નામ લેવામાં આવે છે. રસેલે 'ધ ગ્લેડિયેટર' અને 'અ બ્યૂટીફૂલ માઈન્ડ' જેવી ફિલ્મોમાં બેસ્ટ કામ કર્યું છે.
એન્જેલીના જોલી સાથેના પ્રોજેક્ટ અંગે ખાસ કોઈ વિગત કે ફિલ્મનું નામ સામે આવ્યું નથી. પણ તેની સાથે કોઈ ફિલ્મમાં તે સ્ક્રિન શૅર કરી શકે છે. આ માટે કોઈ પ્રોજેક્ટનું નામ સત્તાવાર રીતે તો સામે આવ્યું નથી પણ આ કોઈ વેબસિરીઝ હોવાનું કેટલાક પ્રોડ્યુસર્સનું માનવું છે. મોટા ભાગના કેસમાં એમના પ્રોજેક્ટ હોલીવુડ સાથે છે. એવામાં વચ્ચેથી કોઈ બોલીવુડની ફિલ્મમાં તે કામ કરે અને ફરી ભારતમાં શૂટિંગ માટે આવે તો શેડ્યુલમાં ફેરફાર થશે.