વૃંદાવનઃ પોતાની મીઠાશભરી વાણીથી અને પ્રવચનથી લાખો-કરોડો ભાવિકોના જીવનનું માર્ગદર્શન કરનારા સંત પ્રેમાનંદની મહારાજને પણ એમના જીવનમાં એક દારૂડિયા પાસેથી પણ શીખવા મળ્યું હતું. ક્રિકેટર વિરાટ કોહલીના માનીતા ગુરૂજી પ્રેમાનંદની મહારાજનું એવું કહેવું છે કે, આ શિખામણ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઊતારવી જોઈએ. સારી અને સાચી શિખામણ ગમે તે વ્યક્તિ પાસેથી ગમે ત્યારે મળે, જીવનમાં ઊતારવી જોઈએ. એને જીવન સાથે જોડી દેવામાં મોડું ન કરવું જોઈએ.વૃંદાવનના પ્રેમાનંદ મહારાજે પોતાના પ્રવચનમાં એક સરસ ઉદાહરણ આપ્યું હતું.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં તેમણે કહ્યું કે, કેવી રીતે એક દારૂડિયા પાસેથી એમને સારી શિખામણ મળી હતી.જો કોઈ વ્યક્તિ આ શિખામણને પોતાના જીવનમાં ઊતારી લે તો દુઃખ એને ક્યારેય તોડી નહીં શકે, એકવખત અમે ગંગાકિનારે બેસીને મંત્રજાપ કરતા કરતા ગંગાના તરગોનો આનંદ માણી રહ્યા હતા.22 કે 24 વર્ષની ઉંમર હશે.એ સમયે ત્યાં નશાની સ્થિતિમાં એક દારૂડિયો આવ્યો અને અમને ત્યાંથી ઊભા થઈ જવા માટે કહ્યું હતું. મેં ત્યારે ઊભા થઈને એમને પ્રણામ કર્યા આ પછી તે મને પોતાની સાથે લઈ ગયો હતો.હું પણ એમની પાછળ પાછળ ચાલી રહ્યો હતો. એ મને બ્રહ્માવર્ત ઘાટ પાસે આવેલા એક પવિત્રસ્થળ વૈકુંઠ ધામ લઈ ગયો હતો. દારૂડિયાએ મને કહ્યું હતું કે, જુઓ છો આને, આ કોણ છે એ? મેં કહ્યું કે, ભગવાન. પછી ફરીવાર તેને મને પૂછ્યું કે, તે ભગવાન કોના બન્યા છે. મેં કહ્યું ભગવાન તો ભગવાન હોય છે,
પ્રવૃતિ કેવી એ મેટર કરતું નથી
પછી દારૂડિયાએ જવાબ આપતા કહ્યું કે, ભગવાન મારબલ્સના બનેલા છે.તમારા પગ નીચે દબાયેલો પથ્થર પણ મારબલ છે.એક પગ નીચે દબાઈ રહ્યો છે અને બીજો ભગવાનની જેમ પૂજાય છે આવું કેમ? આ પછી દારૂડિયાએ પ્રેમાનંદજીને કહ્યું કે, મંદિરમાં રાખેલી પ્રતીમાને દરેક ખૂણેથી કાપવામાં આવી હતી એ મારબલ તૂટ્યો નહીં.આ પથ્થર તૂટ્યો નથી એટલા માટે ભગવાન બનીને પૂજાઈ રહ્યો છે, પછી તેમણે કહ્યું કે, જીવનમાં ક્યારેય તૂટવાનું નથી.એની આ વાત સાંભળીને મેં એમને પ્રણામ કર્યા. મને એવું લાગ્યું કે, દારૂડિયાના વેશમાં આવીને પ્રભુ મારો ઉદ્ધાર કરી રહ્યા છે. આ વાર્તા પરથી શિખામણ લઈને પ્રેમાનંદજી મહારાજે કહ્યું કે, સારો ઉપદેશ કે શિક્ષણ આપણને ગમે તેના પાસેથી મળે, લઈ લેવું જોઈએ.એમાં ક્યારેય સંકોચ ન કરવો જોઈએ.સારૂ જ્ઞાન આપનાર વ્યક્તિની પ્રવૃતિ કેવી છે એ મેટર કરતું નથી. જો કોઈ સારી અને સાચી વાત કરતું હોય તો એને ધ્યાનથી સાંભળો અને જીવનમાં પણ ઊતારો. એ પછી દારૂડિયો કે ગાંડો માણસ જ કેમ ન હોય?