Mon Sep 07 2026

Logo

રામ મંદિર દાન ચોરી અંગે રાજકારણ ગરમાયું, દિગ્વિજય સિંહે કહ્યું અયોધ્યા કોર્ટમાં કેસ કરીશ

2026-07-03 20:53:51
Author: Chandrakant Kanoja
રામ મંદિર દાન ચોરી અંગે રાજકારણ ગરમાયું, દિગ્વિજય સિંહે કહ્યું અયોધ્યા કોર્ટમાં કેસ કરીશ

ભોપાલ : અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસ અંગે ચાલી રહેલી તપાસ વચ્ચે હવે રાજકારણ ગરમાયું છે. જેમાં મધ્ય પ્રદેશના ભોપાલમાં મહિલા કોંગ્રેસે દાન ચોરીના આરોપો સાથે મંદિરમાં સદબુદ્ધિ  યજ્ઞ અને ઉપવાસ કર્યા હતા. તેમજ કોંગ્રેસ નેતા  દિગ્વિજય સિંહે કહ્યું  કહ્યું હતું કે મે  રામ મંદિર માટે ₹1.11 લાખનું દાન આપ્યું છે. તેમજ હું અયોધ્યા જઇને કોર્ટમાં કેસ કરીશ.

ભંડોળનો સંપૂર્ણ હિસાબ જાહેર કરવો જોઈએ

તેમણે વધુમાં જણાવ્યું કે,  જો તપાસમાં નાણાકીય ગેરરીતિઓ બહાર આવે છે તો ટ્રસ્ટના જવાબદાર પદાધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે ટિપ્પણી કરી હતી કે દેશભરના ભક્તોએ ભગવાન રામના નામે શ્રદ્ધાથી દાન આપ્યું છે. તેથી તે ભંડોળનો સંપૂર્ણ હિસાબ જાહેર કરવો જોઈએ.

સનાતન પરંપરાનું પાલન કરું છું

દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે તેમના પર ધર્મ વિરોધી હોવાનો આરોપ લગાવવામાં આવે છે. પરંતુ હું સનાતન પરંપરાનું પાલન કરું છું. હું એકાદશીનું વ્રત કરું છું અને નર્મદા પરિક્રમા પણ કરી છે. 

આરએસએસ અને વીએચપીને મળતા ધાર્મિક દાનનો હિસાબ માંગ્યો 

આ ઉપરાંત તેમણે આરએસએસ અને વીએચપીને મળતા ધાર્મિક દાન અને 'ગુરુ દક્ષિણા'નો જાહેર હિસાબ આપવાની પણ માંગ કરી હતી. તેમણે ધાર્મિક સંગઠનોના કાર્યમાં પારદર્શિતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.