Sat Sep 05 2026

Logo

પીઓકેમાં રાજકીય અસંતોષ ચરમસીમાએ,  હિંસક અથડામણોમાં 7 ના મોત 63 ઘાયલ

2026-06-08 18:14:23
Author: Chandrakant Kanoja
પીઓકેમાં રાજકીય અસંતોષ ચરમસીમાએ,  હિંસક અથડામણોમાં 7 ના મોત 63 ઘાયલ

રાવલકોટ : પીઓકેમાં રાજકીય અસંતોષ ચરમસીમાએ પહોંચતા હિંસક બન્યો છે. જેમાં સ્થાનિક લોકોમાં  ચૂંટણી પધ્ધતિમાં ફેરફારની માંગણીઓને લઈને આક્રોશ છે. તેમજ લોકોએ રોડ પર પ્રદર્શન કરી રહ્યા છે. જેના પગલે સ્થાનિકો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો થઇ છે. જેમાં સાત લોકોના મોત થયા  છે અને 63 લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ નાગરિકો અને ચાર પોલીસ કર્મચારીઓ છે.

JAAC ને આતંકી સંગઠન જાહેર કરાયું 

આ અંગે પાકિસ્તાની મીડિયા અહેવાલ મુજબ જોઈન્ટ આર્મી એક્શન કમિટીના(JAAC) સભ્યોએ  આંદોલનને વધુ તીવ્ર બનાવતા  પ્રાદેશિક સરકારે તેને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. જોકે, આ સંગઠન તેનું આંદોલન ચાલુ રાખ્યું છે. જેના પગલે જોઈન્ટ આર્મી એક્શન કમિટીએ મંગળવારે  9 જૂન સમગ્ર પ્રદેશમાં હડતાળ અને બંધનું એલાન આપ્યું છે.

હિંસક અથડામણમાં ત્રણ નાગરિકો માર્યા ગયા

રાવલકોટના કમિશનર સરદાર વાહીદે જણાવ્યું હતું કે હિંસક અથડામણમાં ત્રણ નાગરિકો માર્યા ગયા છે અને 40 લોકો ઘાયલ થયા છે. આ અથડામણમાં ચાર પોલીસ કર્મચારીઓ પણ માર્યા ગયા છે અને 23 અન્ય ઘાયલ થયા છે.

સુરક્ષા કર્મચારીઓ સામે હથિયારો અને શોટગનનો ઉપયોગ 

પાકિસ્તાની અખબારના  અહેવાલ મુજબ  સુરક્ષા કર્મચારીઓ સામે હથિયારો અને શોટગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જેના લીધે  વહીવટીતંત્રે આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. તેમજ સુરક્ષા દળોએ સપ્તાહ દરમિયાન 
70 થી વધુ સભ્યોની ધરપકડ કરી છે. આ પૂર્વે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ મોટા પાયે હિંસા થઈ હતી. જેમાં 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા.