હૈદરાબાદ પછી હવે વડોદરાથી PM મોદીની વર્ક ફ્રોમ હોમ, પેટ્રોલ-ડીઝલ બચતની હાકલ!
વડોદરાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હૈદરાબાદની રેલીમાં દેશની આત્મનિર્ભરતા મજબૂત કરવા અને વૈશ્વિક ઊર્જા સંકટને પહોંચી વળવા માટે જનતાને સાત વિશેષ અપીલ કરી હતી, ત્યારે આજે ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ વડોદરામાં પણ આ ભલામણને દોહરાવી હતી. વડોદરામાં સરદાર ધામના લોકાર્પણના પ્રસંગે પીએમ મોદીએ સભાને સંબોધી હતી. આમ પીએમ મોદીએ છેલ્લા 24 કલાકમાં બે વખત જનતાને સોનું નહીં ખરીદવાની સાથે ઇંધણ બચાવવા અને સ્વદેશી અપનાવવાનો અનુરોધ કર્યો છે.
સોમનાથમાં શિશ નમાવ્યા બાદ પીએમ મોદી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં સરદારધામ-૩ ના ઉદ્ઘાટન પ્રસંગે પાટીદાર સમાજ દ્વારા તેમને 'સરદાર ગૌરવ રત્ન' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ ગદા સર્કલથી એરપોર્ટ સુધી યોજાયેલા ભવ્ય રોડ શોમાં વડોદરાવાસીઓએ વડાપ્રધાનનું ઉત્સાહભેર અભિવાદન કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે ફરી પેટ્રોલ-ડીઝલની બચત માટે દેશના નાગરિકોને અપીલ કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ઊભા થયેલા માહોલને લીધે દેશમાં લોકભાગીદારીની જરૂરિયાત ઊભી થઈ છે. દેશના લોકો બની શકે તેટલું પેટ્રોલ-ડિઝલ બચાવે, કાર પુલિંગ કરે, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, ઓફિસોમાં વર્ચ્યુઅલ મિટિંગ્સ અને વર્ક ફ્રોમ હૉમ પર ભાર મૂકવામાં આવે આ સાથે સ્કૂલોમાં પણ શક્ય હોય તેટલા વર્ચ્યુઅલ ક્લાસિસની વ્યવસ્થા કરવામાં આવે, તેમ તેમણે જણાવ્યું હતું. વડોદરામાં તેઓ વિશાળ સરદાર ધામ-3ના ઉદ્ધાટન પ્રસંગે હાજર લોકોને સંબોધિત કરી રહ્યા હતા.
मेरी देश के हर नागरिक से अपील है कि जहां तक संभव हो, पेट्रोल-डीजल का उपयोग कम करें।
— BJP Gujarat (@BJP4Gujarat) May 11, 2026
मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें।
जिनके पास कार है, वो एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चलें।
डिजिटल टेक्नोलॉजी ने… pic.twitter.com/ugaqVvLv0q
સોનાની ખરીદીમાં કાપ મૂકવાનો અનુરોધ
આ સાથે તેમણે ખોરાકમાં પણ ખાદ્યતેલનો ઉપયોગ ઓછો કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આમ કરવાથી દેશ અને આપણા સ્વાસ્થ્ય બંનેને લાભ થશે. તેમણે ફરી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સોનાની ખરીદી પર કાપ મૂકવા પણ હાંકલ કરી હતી. આ સાથે તેમણે દેશી બનાવટની વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
આપણે લોકો આ મહાસંકટમાંથી બહાર આવીશું
પીએમ મોદીએ કહ્યું કે જો કોરોના મહામારી આ સદીનું સૌથી મોટું સંકટ હતું તો પશ્ચિમ એશિયામાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે. આ દાયકામાં સૌથી મોટા સંકટમાંથી એક છે. આપણે લોકોએ કોરોના મહામારીનો મુકાબલો કર્યો હતો તો આ સંકટમાંથી પણ આપણે બહાર આવીશું. સરકાર નિરંતર પ્રયાસ પણ કરી રહી છે દેશમાં લોકોને એનાથી ઓછી અસર થાય.
સ્ટાર્ટઅપ ઈન્ડિયા અંગે પણ કરી મોટી વાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા યુવાનોએ ફક્ત અનુભવ ઓછો હોવાથી ડિગ્રી લીધા પછી પણ દિશાહિન રહેવું જોઈએ નહીં, પરંતુ આવા યુવાનોને એપ્રિન્ટિસશિપની પણ તક આપી રહ્યા છે. જરા વિચારો આગામી સમયગાળામાં દેશની સૌથી મોટી સ્કિલ્ડ વર્કફોર્સ મળશે અને એનો સીધો ફાયદો દેશના મેન્યુફેકચરિંગ સેક્ટરને થશે. ગુજરાતના યુવાનો અંગે પીએમ મોદીએ કહ્યું કે અહીંના યુવાનોમાં જન્મજાત સાહસની શક્તિ હોય છે. આજે સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશન યુવાનોનું સપનું બદલી રહે છે. નાના શહેરના યુવાનો પણ એન્ટરપ્રેન્યોર બની રહ્યા છે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં મહિલાઓની પણ નિરંતર ભાગીદારી વધારી રહ્યા છે.
અહીં એ જણાવવાનું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 24 કલાકમાં બે વખત જનતાને સોનું નહીં ખરીદવાની સલાહ આપવાની સાથે ઇંધણની બચતનો અનુરોધ કર્યા પછી વિપક્ષે સરકારની આકરી ટીકા કરી છે. દેશ ધીમે ધીમે મહામંદી તરફ સરકી રહ્યો છે ત્યારે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાના આરોપો મૂક્યા હતા. વાસ્તવમાં દુનિયામાં ચાલી રહેલા મહાયુદ્ધોનું સંકટ હવે દેશ તરફ ઘેરું બની રહ્યું હોવાની વાત નકારી શકાય નહીં.