Mon May 11 2026

Logo

સોમનાથના સાનિધ્યમાં પીએમ મોદીનું ઐતિહાસિક સંબોધન, સરદાર પટેલ યાદ કરતા કરી આ ખાસ વાતો

2026-05-11 14:27:00
Author: Vimal Prajapati
Article Image

સોમનાથઃ પીએમ મોદી સોમનાથ ખાતે વિશાળ જનમેદનીને સંબોધિત કરીને અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે.  સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ ખાતે 25000થી વધુની બેઠક વ્યવસ્થા સાથેના વિશાળ અદ્યતન ત્રણ ડોમ તૈયાર કરવામાં આવ્યાં તેમાં પીએમ મોદીએ ભાષણ આપ્યું હતું.  પોતાના ભાષણ પહેલા પીએમ મોદીએ સોમનાથ મંદિરની પ્રતિકૃતિ અંકિત વિશેષ સ્મારક ડાક ટિકિટ અને રૂપિયા 75ના સ્મારક સિક્કાનું વિમોચન પણ કર્યું હતું. તો ચાલો જાણીએ તેમણે પોતાના  ભાષણમાં શું કહ્યું?

પીએમ મોદીએ જય સોમનાથ કહીને ભાષણ શરૂ કર્યું

પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે, કલા, સંગીત અને નૃત્યના પ્રદર્શન સાથે; વૈદિક મંત્રોના જાપ સાથે; ગર્ભગૃહમાં ‘શિવપંચક્ષરી’ ના સતત પાઠ સાથે; અને સમુદ્રના મોજાઓના ગૂંજતા જયઘોષ સાથે - એવું લાગે છે કે જાણે આખું બ્રહ્માંડ એક સૂરમાં બોલી રહ્યું છે. આમ કહીને 'જય સોમનાથ!' કહીને લોકોને આવકાર્યા હતા. આ સાથે મહાદેવની મૂર્તિના અભિષેકની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છીએ તેની ખુશી પણ વ્યક્ત કરી હતી. 75 વર્ષ પહેલા જ્યારે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો તેને પ્રસંદને પણ યાદ કર્યો હતો. આ સાથે પીએ મોદીએ સરકાર પટેલને પણ ખાસ યાદ કર્યાં હતાં

ભાષણમાં સરદાર પટેલને ખાસ યાદ કર્યાં

સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે, આઝાદી વખતે સરદાર સાહેબે 500થી વધુ રજવાડાઓનું એકીકરણ કરીને એક અખંડ ભારતનો આકાર બનાવ્યો હતો. ભારતે માત્ર આઝાદી મેળવી નથી, પરંતુ તેના વારસાના ગૌરવને પણ સ્વીકારી રહ્યું છે. એટલે કે ભારતની અખંડ એક્તામાં સરકાર પટેલનો જે ફાળો રહ્યો તેના માટે પીએમ મોદીએ સરકારને યાદ કર્યાં હતાં. 

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, જ્યારકે દુનિયાએ પ્રશ્નો કર્યા કે ભારત શું છે, તેનું વિશ્વમાં સ્થાન શું છે? પરમાણુ પરીક્ષણ કરના દેશ ભારત કયો છે? ભારતને ઘેરવા માટે વિશ્વની શક્તિઓ એક થઈને આવી ત્યારે ભારત માટે અનેક માર્ગો બંધ થઈ ગયા હતા. એટલું જ નહીં પરંતુ જ્યારે મુખ્ય વૈશ્વિક શક્તિઓ આટલું મોટું આક્રમણ શરૂ કરે છે, ત્યારે આગળનો રસ્તો ઘણીવાર સંપૂર્ણપણે અસ્પષ્ટ લાગે છે. પરંતુ આપણે એક અલગ જ કુશળતાથી બનેલા છીએ. આ વાત થકી વિશ્વની વૈશ્વિક તાકાતોનો ઉલ્લેખ કર્યો હતો.,

પોખરણના ‘ઓપરેશન શક્તિ’ વિશે કરી આ વાત

પોખરણ ખાતે જ્યારે પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું તેનું પણ યાદ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, આ પરીક્ષણોને ઓપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. જેમાં પણ શિવ અને શક્તિ પૂજાની પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો. એટલે જ નહીં પરંતુ ચંદ્ર પર ભારતનું રોવર જ્યાં ઉતર્યું હતું તે સ્થાનને પણ શિવ શક્તિ બિંદુ નામ આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આખી દૂનિયા શિવસની આસપાસ જ ફરી રહી છે. 

 

પીએમ મોદીએ સોમનાથ મંદિરના ઈતિહાસની પણ વાત કરી હતી. કહ્યું કે, ભગવાન શિવના અસંખ્ય ભક્તોએ સમયાંતરે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કર્યું છે. લકુલિશા જેવા ઋષિઓએ પ્રભાસ પાટણના વારસાને સાચવ્યો, ભવપ્રહસ્પતિ અને પશુપતાચાર્ય ગુરુઓ જેવા વ્યક્તિઓએ આ યાત્રાધામની આધ્યાત્મિક પરંપરાઓને જીવંત રાખી છે. વિશાલ દેવ જેવા વ્યક્તિઓએ તેની રક્ષા કરવાના કાર્યમાં પોતાને સમર્પિત કર્યા છે. સોમનાથની ભક્તિ અને રક્ષણ માટે અનેક લોકોએ બલિદાનો આપ્યાં છે તેમને પણ પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી. 

વધુમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જોડાયેલા છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ લોકો અહીં આવે છે. આ મંદિર આપણને આપણી જીવનશૈલી શીખવે છે. આપણી શ્રદ્ધા નદીઓ અને વૃક્ષોમાં રહે છે; આપણે જંગલોને પણ આદરથી જોઈએ છીએ. આજે, જેમ જેમ વિશ્વ પ્રકૃતિ-કેન્દ્રિત જીવનશૈલી તરફ પાછું ફરી રહ્યું છે, આપણે સતર્ક રહેવું જોઈએ. આમ પ્રકૃતિની સંભાળ રાખવા માટે પણ પીએમ મોદીએ અનુરોધ કર્યો હતો.