Tue Mar 10 2026

Logo

PM મોદીના હસ્તે સેમિકન્ડક્ટર ચિપ્સના 'મેડ ઈન ઈન્ડિયા' યુગનો મંગલ પ્રારંભ! કહ્યું, 'મેં સાણંદને બદલાતું જોયું....

1 week ago
Author: Devayat
Article Image

સાણંદ: ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં આજે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે 'માઈક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ'ની  એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) ફેસિલિટીનું ભવ્ય ઉદઘાટન કર્યું હતું. આ સાથે જ ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ્સના વ્યાપારી ઉત્પાદનનો મંગલ પ્રારંભ થયો છે, જે વૈશ્વિક વેલ્યુ ચેઈનમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે. આ પૂર્વે પીએમ મોદીએ  રોડ શો કર્યો હતો. લોકોએ પુષ્પાવર્ષાથી પીએમને આવકાર્યા હતા. પીએમ મોદીએ પણ લોકોના અભિવાદનને ઝીલ્યું હતું.

ટેકનોલોજી લીડરશિપ માટે ભારતની કટિબદ્ધતા
આ અવસરે સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં યોજાયેલી વિશ્વની સૌથી મોટી AI સમિટે ભારતની ક્ષમતાનો પરિચય વિશ્વને કરાવ્યો હતો અને આજનું આ ઉદઘાટન ટેકનોલોજી ક્ષેત્રે ભારતની નેતૃત્વ લેવાની કટિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. તેમણે ઉમેર્યું કે, ૧૦-૧૧ વર્ષ પહેલાં ભારતમાં ડેટા અને ચિપ્સની ચર્ચાઓ માત્ર મર્યાદિત વર્તુળોમાં થતી હતી, પરંતુ આજે સોફ્ટવેર ક્ષેત્રે ડંકો વગાડનાર ભારત હાર્ડવેર સેક્ટરમાં પણ પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે.

સાણંદની કાર ફેક્ટરીથી ગ્લોબલ ઓટોમોબાઈલ સુધીની સફર
સાણંદમાં થયેલા વિકાસને યાદ કરતા વડાપ્રધાને ભાવુકતા સાથે કહ્યું કે, મેં મારી નજરે સાણંદને માત્ર એક કાર ફેક્ટરીમાંથી દેશના મુખ્ય ઓટોમોબાઈલ હબમાં બદલાતું જોયું છે. એક મોટી કંપનીના આગમનથી આખું ઇકોસિસ્ટમ વિકસ્યું, સપ્લાયર નેટવર્ક બન્યું અને રોજગારીમાં ધરખમ વધારો થયો. આજે સાણંદ વૈશ્વિક નકશા પર સ્થાન પામ્યું છે." તેમણે વિશ્વાસ અપાવ્યો કે ગુજરાત એવું જીવનધોરણ અને સામાજિક વાતાવરણ પૂરું પાડશે જેની આજે દરેક વ્યક્તિ અપેક્ષા રાખે છે.

ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં આજે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે 'માઈક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ'ની  એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) ફેસિલિટીનું ભવ્ય ઉદઘાટન કર્યું હતું. આ સાથે જ ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ્સના વ્યાપારી ઉત્પાદનનો મંગલ પ્રારંભ થયો છે, જે વૈશ્વિક વેલ્યુ ચેઈનમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે. આ પૂર્વે પીએમ મોદીએ  રોડ શો કર્યો હતો. લોકોએ પુષ્પાવર્ષાથી પીએમને આવકાર્યા હતા. પીએમ મોદીએ પણ લોકોના અભિવાદનને ઝીલ્યું હતું.

ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીનો નવો અધ્યાય
માઈક્રોનની આ ફેસિલિટી ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચેના ગાઢ સહયોગનું પ્રતીક છે. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે AI અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં ભારત-યુએસ ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે. AI સમિટ દરમિયાન થયેલી સમજૂતીઓ અને 'પેક સિલિકોન'  પહેલ આ દિશામાં મોટું પગલું છે. આ સંયુક્ત પ્રયાસોથી ક્રિટિકલ મિનરલ્સ અને નવી ટેકનોલોજીની વૈશ્વિક સપ્લાય ચેઈન વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનશે.

ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ભારતનું વધતું કદ
સેમિકન્ડક્ટર ક્ષેત્રે સ્વનિર્ભરતા તરફ કદમ માંડતા વડાપ્રધાને કહ્યું કે, માઈક્રોનના આ પ્લાન્ટમાં વ્યાપારી ઉત્પાદન શરૂ થવાથી ગ્લોબલ સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનમાં ભારતનો હિસ્સો વધશે. વિશ્વ આજે માનવતાના બહેતર ભવિષ્ય માટે નવી ટેકનોલોજીની સુરક્ષિત સપ્લાય ચેઈન ઈચ્છે છે અને વિશ્વની બે સૌથી મોટી લોકશાહી - ભારત અને અમેરિકા - સતત આ લક્ષ્ય તરફ કામ કરી રહ્યા છે.

નવા ભવિષ્યનો ઉદય
સાણંદમાં આજે એક નવા ભવિષ્યનો ઉદય થઈ રહ્યો છે. માઈક્રોન જેવી દિગ્ગજ કંપનીઓના આગમનથી સ્થાનિક ઉદ્યોગોને બળ મળશે અને ભારતની ઓળખ હવે માત્ર 'આઈટી સર્વિસિસ' પૂરતી મર્યાદિત ન રહેતા 'હાઈ-ટેક હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ' દેશ તરીકે પણ થશે. આ પ્લાન્ટ આગામી સમયમાં હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો સર્જશે અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે.