કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીત તરફ અગ્રેસર છે. તેવા સમયે પીએમ મોદીએ ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરી છે. આ અંગે તેમણે એકસ પર લખ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં કમળ ખીલ્યું છે! 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે. લોકોની શક્તિનો વિજય થયો છે અને ભાજપની સુશાસનની રાજનીતિ વિજયી બની છે.
પશ્ચિમ બંગાળના લોકોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરશે
આ ઉપરાંત તેમણે લખ્યું કે, હું પશ્ચિમ બંગાળના દરેક નાગરિકને નમન કરું છું. લોકોએ ભાજપને ભવ્ય જનાદેશ આપ્યો છે અને હું તેમને ખાતરી આપું છું કે અમારી પાર્ટી પશ્ચિમ બંગાળના લોકોના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. અમે એવી સરકાર આપીશું જે સમાજના તમામ વર્ગો માટે અવસર અને ગૌરવ સુનિશ્ચિત કરે.
पश्चिम बंगाल में कमल खिल उठा है!
— Narendra Modi (@narendramodi) May 4, 2026
वर्ष 2026 के पश्चिम बंगाल विधानसभा चुनाव अविस्मरणीय रहेंगे। जनशक्ति की जीत हुई है और भाजपा के सुशासन की राजनीति को यहां के लोगों का भरपूर आशीर्वाद मिला है। इस ऐतिहासिक विजय के लिए बंगाल के अपने भाई-बहनों का हृदय से आभारी हूं।
जनता-जनार्दन ने…
વિજય અસંખ્ય કાર્યકરોના પ્રયત્નો અને સંઘર્ષ વિના શક્ય નહોતો
પીએમ મોદીએ બીજી એક પોસ્ટમાં લખ્યું કે. પશ્ચિમ બંગાળમાં ભાજપનો રેકોર્ડબ્રેક વિજય પેઢી દર પેઢીના અસંખ્ય કાર્યકરોના પ્રયત્નો અને સંઘર્ષ વિના શક્ય નહોતો. હું તે બધાને સલામ કરું છું જેમણે પાયાના સ્તરે અથાક મહેનત કરી છે. દરેક પ્રકારની પ્રતિકૂળતાનો સામનો કર્યો છે અને આપણા વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો છે. તેઓ આપણા પક્ષની તાકાત છે.
અમિત શાહે કહ્યું પીએમમાં વિશ્વાસનો વિજય
આ ઉપરાંત પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે ખુશી વ્યક્ત કરતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર લખ્યું હતું કે, બંગાળના લોકોને મારા નમ્ર વંદન. આ પ્રચંડ જનાદેશ બંગાળના લોકો તરફથી ભય, તુષ્ટિકરણ અને ઘૂસણખોરોના રક્ષણને પ્રોત્સાહન આપનારાઓને જડબાતોડ જવાબ છે. ટીએમસી દ્વારા પેદા કરાયેલા ભય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસનો વિજય દર્શાવે છે. તેમજ ગંગોત્રીથી ગંગાસાગર સુધી ભાજપનો ભગવો લહેરાયો છે.