ઓસ્લો : પીએમ મોદી નોર્વેના વડાપ્રધાન સાથે વાતચીત દરમિયાન રશિયા- યુક્રેન યુદ્ધ અને મિડલ ઈસ્ટના યુદ્ધ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સંઘર્ષ માત્ર લશ્કરી કાર્યવાહીથી ઉકેલી શકાતા નથી. તેના કાયમી ઉકેલ માટે રાજદ્વારી પ્રયાસો અને સંવાદ પણ જરૂરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે. ભારત અને નોર્વે નિયમો-આધારિત વૈશ્વિક વ્યવસ્થા અને શાંતિપૂર્ણ ઉકેલોમાં માને છે.
પીએમ મોદીને નોર્વેનું સર્વોચ્ચ સન્માન અપાયું
પીએમ મોદી પાંચ દિવસની વિદેશ યાત્રાના ભાગરૂપે નોર્વે પહોંચ્યા હતા. તેમણે ઓસ્લોમાં નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાહર સ્ટોર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ ટેલિવિઝન સંદેશ આપ્યો હતો. પીએમ મોદીને નોર્વેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પણ નવાજવામાં આવ્યા હતા.
આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં નાબૂદ કરવા પ્રતિબદ્ધ
પીએમ મોદીએ સ્વીડનથી ઓસ્લો પહોંચ્યાના થોડા કલાકો બાદ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાહર સ્ટોરને મળ્યા હતા. પીએમ મોદીએ વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું, અમે સંમત છીએ કે વધતા જતા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સુધારા જરૂરી છે. તેમણે ઉમેર્યું, આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં નાબૂદ કરવો બે દેશોની સહિયારી પ્રતિબદ્ધતા છે.
પીએમ મોદીને નોર્વેનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું
પીએમ મોદીને નોર્વેના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજીયન ઓર્ડર ઓફ મેરિટ' થી નવાજવામાં આવ્યા. આ પીએમ મોદીને મળેલ 32મું આંતરરાષ્ટ્રીય સન્માન છે.આ સન્માન નોર્વેના હિતો અને આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન માટે આપવામાં આવે છે.