Mon May 04 2026

Logo

પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા, કહ્યું આ લોકતંત્ર અને બંધારણીય સંસ્થાઓની જીત

2026-05-04 20:13:25
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : ભાજપે પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યો છે.જેના પગલે દિલ્હી કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ છે. ત્યારે પાર્ટી કાર્યાલય પહોંચેલા પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમજ કહ્યું કે આ લોકતંત્ર અને બંધારણીય સંસ્થાઓની જીત છે. તેમજ કહ્યું કે શ્યામા પ્રસાદ મુખર્જીને આજે શાંતિ મળી છે. તેમણે લાંબી લડાઈ લડી છે. 

લોકોનો આભાર માનું છું

પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. જ્યારે વર્ષોની સમર્પણ અને મહેનત સફળતામાં પરિણમે છે ત્યારે જે આનંદ વ્યક્તિના ચહેરા પર ચમક લાવે છે  તે જ આનંદ હું દેશભરના ભાજપના કાર્યકરોના ચહેરા પર જોઉં છું. આ એક એવો દિવસ છે જે રાષ્ટ્ર માટે ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે. આ વિશ્વાસનો દિવસ છે - ભારતના મહાન લોકશાહીમાં વિશ્વાસ, કામગીરીના માપદંડમાં વિશ્વાસ અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'  ની ભાવનામાં વિશ્વાસ. હું બંગાળ, આસામ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુના લોકોનો આભાર માનું છું.

પીએમ મોદીએ નીતિન નવીનને અભિનંદન આપ્યા

પીએમ મોદીએ ભાજપ પ્રમુખ નીતિન નવીનને પણ આ સફળતા બદલ અભિનંદન આપ્યા અને તેમના પ્રયાસોની પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું, ભાજપના દરેક કાર્યકર્તા  પાયાના સ્તરથી લઈને ટોચના નેતૃત્વ સુધી નોંધપાત્ર કાર્ય કર્યું છે.તમે ઇતિહાસમાં એક નવો અધ્યાય લખ્યો છે.