Sun Mar 08 2026

Logo

ઈરાનના હુમલામાં માર્યા ગયેલા 4 અમેરિકન જવાનોની તસવીર થઈ જાહેર, એક મહિલા સૈનિક પણ સામે

3 days ago
Author: Mayur Patel
Article Image

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રક્ષા મંત્રાલયે ઈરાન યુદ્ધમાં માર્યા ગયેલા 4 અમેરિકન સૈનિકોની ઓળખ કરી છે. ઉપરાંત તેમની તસવીર પણ જાહેર કરી છે. આ સૈનિકો કુવૈતના પોર્ટ શુઆઈબામાં એક કમાન્ડ સેન્ટર પર ઈરાની ડ્રોન હુમલામાં શહીદ થયા હતા. હુમલમાં કુલ 6 સૈનિકોના મોત થયા હતા પરંતુ હજુ સુધી બેની ઓળખ થઈ નથી.

અમેરિકાએ જણાવ્યું કે, ચારેય સૈનિકો એક ઓયાવા રાજ્યના રહેવાસી હતા અને આર્મી રિઝર્વની 103મી સસ્ટેનમેંટ કમાન્ડ યુનિટમાં તૈનાત હતા. આ યુનિટ સૈનિકોનં ખાવા-પીવા, ઈંધણ, દારૂ-ગોળા અને ટ્રાન્સપોર્ટ જેવી જરૂરી સપ્લાઈ ઉપલબ્ધ કરાવતું હતું. હુમલો રવિવારે તયો હતો અને આજે તેની વિગતો જાહેર કરવામાં આવી છે.

મૃતકોના નામ

  1. કેપ્ટન ડોકી ખોર્ક, ઉ.વ.35, આયોવા
  2. સાર્જેન્ટ ફર્સ્ટ ક્લાસ નોઆ ટિટજેંસ, ઉ.વ. 42, આયોવા
  3. સાર્જેન્ટ ફર્સ્ટ ક્લાસ નિકોલ અમોર, ઉ.વ.39, આયોવા
  4. સાર્જેન્ટ ડેક્લાન કોડી, ઉ.વ.20. આયોવા

આર્મી સેક્રેટરી ડેનિયલ ડ્રિસ્કૉલએ આ ઘટના પર કહ્યું,  આ તમામ બહદુર પુરુષો અને મહિલાઓએ દેશની રક્ષા માટે બલિદાન આપ્યું છું. તેમની કુરબાની અમે ક્યારેય નહીં ભૂલીએ. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટિપ્પણી કરતાં કહ્યું, દુઃખની વાત છે કે યુદ્ધ ખતમ થવા પહેલા હજુ અનેક મોત થઈ શકે છે. 

આ દરમિયાન ઈરાને કહ્યું કે, ભારત, ચીન અને રશિયા જેવા દેશો આગળ વધી ન શકે તે માટે અમેરિકા જાણી જોઈને દુનિયામાં લડાઈ ભડકાવી રહ્યું છે. અમેરિકાનો અસલી ટાર્ગેટ ઈરાન નથી પરંતુ આગળ જતાં અન્ય દેશો પણ શિકાર બની શકે છે.