Thu Sep 10 2026

Logo

હિંદ મહાસાગરમાં ફસાયું એક વધુ ઇરાની યુદ્ધ જહાજ, શ્રીલંકા પાસે મદદની ગુહાર

Colambo   2026-03-05 22:58:47
Author: Vimal Prajapati
હિંદ મહાસાગરમાં ફસાયું એક વધુ ઇરાની યુદ્ધ જહાજ, શ્રીલંકા પાસે મદદની ગુહાર

કોલંબો, શ્રીલંકાઃ અમેરિકી નૌસેના દ્વારા IRIS દેના યુદ્ધ જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે ઈરાને અમેરિકા પર અનેક આક્ષેપો કર્યાં હતાં. હવે ફરી હિંદ મહાસાગરના આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં ઇરાનનું એક વધુ યુદ્ધ જહાજ ફસાઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ યુદ્ધ જહાજે શ્રીલંકન સરકાર પાસે મદદ માંગી છે અને તેના જળ વિસ્તારમાં પ્રવેશની મંજૂરી માંગી છે. શ્રીલંકા સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવા વિચારશીલ તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

IRIS દેના હુમલા પછી બીજું યુદ્ધ જહાજ

બુધવારે અમેરિકી પનડુબ્બીએ હિંદ મહાસાગરમાં IRIS દેના પર હુમલો કરીને તેને ડૂબાડ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હુમલા સમયે ફ્રિગેટ IRIS દેનામાં આશરે 130 સૈનિકો સવાર હતા, જેમાંથી લગભગ 87ના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે 32 લોકોને શ્રીલંકન એજન્સીઓએ રેસ્ક્યૂ દરમિયાન બચાવી લીધા છે. બચેલા નૌસેનિકોનું ગાલાના કરાપિટિયા હોસ્પિટલમાં ઇલાજ ચાલુ છે. 

શું શ્રીલંકા દ્વારા ઈરાનની મદદ કરવામાં આવશે? 

હવે આ બીજા યુદ્ધપોતે પણ શ્રીલંકાના વિસ્તૃત આર્થિક વિસ્તાર (EEZ)માં રાહ જોઈ રહ્યું છે, પરંતુ તેનો જળ વિસ્તારથી બહાર છે. તેને આપત્તિ સહાયની જરૂર છે. પરંતુ શ્રીલંકા દ્વારા મદદ કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે. શ્રીલંકન સરકાર આ માટે વિચારણા કરી રહી હોવાનું શ્રીલંકના સરકાર પ્રવક્તા અને પ્રધાન નલિન્દા જયતિસ્સાએ સંસદમાં કહ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે, અમેરિકાએ આપેલી હુમલાની ધમકી વચ્ચે શ્રીલંકા ઈરાનની મદદ કરશે કે કેમ? અમેરિકાએ ઈરાનને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવાની ધમકી આપેલી છે.