Tue Aug 25 2026

Logo

NEET-UG પુનઃપરીક્ષામાં ચોરી અને છેતરપિંડીના પ્રયાસો એનટીએ નિષ્ફળ બનાવ્યા

2026-06-22 16:05:00
Author: Chandrakant Kanoja
NEET-UG પુનઃપરીક્ષામાં ચોરી અને છેતરપિંડીના પ્રયાસો એનટીએ નિષ્ફળ બનાવ્યા

નવી દિલ્હી : દેશમાં રવિવારે યોજાયેલી NEET-UG પુનઃપરીક્ષામાં  બિહારના લખીસરાય જિલ્લામાંથી ચોરી અને છેતરપિંડીના કિસ્સાઓ નોંધાયા હતા.જે અંગે એનટીએના ડીજી અભિષેક સિંહે જણાવ્યું હતું કે કેટલાક ઉમેદવારોએ કરેલા પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. તેમજ આ કિસ્સાઓમાં કોઇને બક્ષવામાં નહિ આવે.

કેન્દ્રોમાં મોબાઇલ ફોન લઈ જવાનો પ્રયાસ કર્યો હતો

એનટીએના ડીજી અભિષેક સિંહે જણાવ્યું હતું કે કેટલાક ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ ફોન લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય ઉમેદવારોએ અન્ય ઉમેદવારો વતી પરીક્ષા આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એજન્સીની સતર્કતા અને સુરક્ષાના લીધે પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. 

બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી

તેમણે વધુમાં જણાવ્યું કે, એનટીએ આ પરીક્ષામાં બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોની સંપૂર્ણ તપાસ, ઓળખ દસ્તાવેજોની ચકાસણી, બાયોમેટ્રિક અને સીસીટીવી  ગોઠવવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ સુરક્ષાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ વ્યક્તિ ખોટા માધ્યમોનો ઉપયોગ કરીને પરીક્ષા પ્રક્રિયા સાથે ચેડા ન કરી શકે.

છેતરપિંડીમાં સંડોવાયેલા હશે તો કોઇને બક્ષવામાં નહિ આવે

એનટીએના મહાનિર્દેશકે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈપણ ઉમેદવાર અથવા વ્યક્તિ છેતરપિંડી, નકલ અથવા પરીક્ષા સંબંધિત કોઈપણ પ્રકારની છેતરપિંડીમાં સંડોવાયેલા હશે તો કોઇને બક્ષવામાં નહિ આવે.

પરીક્ષામાં 22.79 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો

ઉલ્લેખનીય છે કે, NEET ની પુનઃપરીક્ષા 21 જૂનના રોજ દેશભરમાં  551 કેન્દ્રો અને વિદેશમાં 14 કેન્દ્રો પર લેવામાં આવી હતી.પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 22.79 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.જેમાં 13 લાખથી વધુ મહિલા  અને 9 લાખથી વધુ પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ પરીક્ષા બપોરે 2:00 થી સાંજે 5:15 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવી હતી.