Sun Jul 26 2026

Logo

વેલેન્ટાઇન ડેના દિવસે યુવકે યુવતીને ગોળી મારી, કારમાંથી બંનેની લાશ મળી

2026-02-14 16:48:00
Author: Chandrakant Kanoja
Article Image

નોઈડા: ઉત્તર પ્રદેશમાં વેલેન્ટાઇન ડેના દિવસે એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં  નોઇડામાં એક કારમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. આ બંનેના શરીર પર  ગોળીના ઘા જોવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે યુવકે પહેલા યુવતીને  ગોળી મારી હતી અને પછી પોતાની જાતને  ગોળી મારી હતી

યુવક દિલ્હીમાં ગુમ થયો હોવાની જાણ કરવામાં આવી હતી

પોલીસે આ કારની તપાસ કરતા તેમાંથી યુવકના હાથમાંથી પિસ્તોલ મળી હતી.   જેના કારણે પોલીસને આ શંકા ગઈ હતી. પોલીસ ટીમે કાર કબજે કરી છે અને તપાસ શરૂ કરી છે. આ  બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવક દિલ્હીમાં ગુમ થયો હોવાની જાણ કરવામાં આવી હતી.

પોલીસને મળેલી કાર  દિલ્હીમાં રજીસ્ટ્રર થયેલી

આ સમગ્ર ઘટના સેક્ટર 39 પોલીસ સ્ટેશનના  સેક્ટર 107 માં બની હતી. પોલીસ ટીમ તમામ એન્ગલથી  તપાસ કરી રહી છે.  તેમજ તમામ  સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહ્યા છે.પોલીસને મળેલી કાર  દિલ્હીમાં રજીસ્ટ્રર થયેલી છે. પોલીસની ટીમો કારનો નંબર પરથી તેના માલિકની ઓળખ કરશે. ત્યારબાદ જ કેસ વધુ સ્પષ્ટ થશે.