Mon Jul 27 2026

Logo

ભારતના જાસૂસ કહેવાતા નિખિલ ગુપ્તાને અમેરિકામાં 24 વર્ષની જેલ, ખાલિસ્તાનવાદી પન્નુની હત્યાના કાવતરાનો કેસ

Washington DC   2026-02-14 12:18:00
Author: Mayur Patel
Article Image

 

વોશિંગ્ટન ડીસીઃ  અમરિકામાં ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના કાવતરા કેસમાં ભારતના જાસૂસ કહેવાત નિખિલ ગુપ્તાને 24 વર્ષની જેલની સજા સંભાળવવામાં આવી છે. સજાની જાહેરાત 29 મેના રોજ કરાશે. અમેરિકાના ન્યાય વિભાગ અનુસાર 54 વર્ષીય નિખિલ ગુપ્તાએ મર્ડર ફોર હાયર, હત્યાનું કાવતરું અને મની લોન્ડ્રિંગ જેવા આરોપો સ્વીકારી લીધા છે.

અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વાતની પુષ્ટિ કરી છે. એફબીઆઈ મુજબ, આ કાવતરું એક અમેરિકન નાગરિકની હત્યા માટે ઘડવામાં આવ્યું હતું. જેને એજન્સીઓએ સમયસર નિષ્ફળ બનાવી દીધું હતું.  યુએસ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર, નિખિલ ગુપ્તા ઉર્ફે ‘નિક’ એ સેકન્ડ સુપરસીડિંગ ઇન્ડિક્ટમેન્ટમાં મૂકવામાં આવેલા ત્રણેય આરોપો સ્વીકારી લીધા હતા.

 
પન્નુની હત્યાના કાવતરાના આરોપમાં નિખિલ ગુપ્તાની 30 જૂન 2023 ના રોજ ચેક રિપબ્લિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 14 જૂન 2024 ના રોજ તેને અમેરિકા પ્રત્યાર્પણ  કરવામાં આવ્યો હતો. અમેરિકામાં કેસ દરમિયાન ગુપ્તા પહેલા પોતાને નિર્દોષ ગણાવતો હતો, પરંતુ હવે તેણે ગુનો કબૂલી લીધો છે.

કોના ઈશારે ઘડાયું હતું કાવતરું?
અમેરિકન એજન્સીઓનો દાવો છે કે, ભારતના એક પૂર્વ અધિકારી વિકાસ યાદવે નિખિલ ગુપ્તાને પન્નુની હત્યાનું કાવતરું ઘડવા કહ્યું હતું. અમેરિકન ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, મેનહટનની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આ અધિકારીને CC-1 નામ આપવામાં આવ્યું છે. આરોપ છે કે, તેણે જ ગુપ્તાને એક શૂટરની વ્યવસ્થા કરવા કહ્યું હતું.

ચાર્જશીટ મુજબ સમગ્ર ટાઈમલાઈન:

  • મે 2023: અમેરિકન પ્રોસિક્યુટર્સના જણાવ્યા મુજબ, એક ભારતીય અધિકારીએ નિખિલ ગુપ્તાને હાયર કર્યો.
     
  • 29 મે: ગુપ્તાએ પન્નુને મારવા માટે વ્યક્તિની શોધ શરૂ કરી, જે બાદમાં અન્ડરકવર અમેરિકન એજન્ટ નીકળ્યો.
     
  • 9 જૂન: 15 હજાર ડોલર (આશરે ₹12.5 લાખ) એડવાન્સ તરીકે આપવામાં આવ્યા. કુલ ડીલ 1 લાખ ડોલરમાં નક્કી થઈ હતી.
     
  • 11 જૂન: વડાપ્રધાનની અમેરિકા મુલાકાતને કારણે થોડા દિવસ રોકાઈ જવા માટે કહેવામાં આવ્યું.
     
  • 18 જૂન: કેનેડામાં આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ.
     
  • 19 જૂન: ગુપ્તાએ નિજ્જરની હત્યાનો વીડિયો કથિત હિટમેનને મોકલીને 'રાહ પૂરી થઈ' હોવાની વાત કરી.
     
  • 24-29 જૂન: પન્નુનીહિલચાલ પર નજર રાખવાની  શરૂઆત થઈ.
     
  • 30 જૂન: ગુપ્તાની ચેક રિપબ્લિકમાં અટકાયત કરવામાં આવી.