Wed Aug 19 2026

Logo

રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યમાં ખનીજ માફિયા બેફામ! વન કર્મીની હત્યા થતાં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

2026-04-10 11:43:00
Author: Vimal Prajapati
Article Image

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં એક વનરક્ષકની હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વનરક્ષકની હત્યા કરવામાં આવી હોવાના કારણે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. મધ્યપ્રદેશના રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અટકાવવાના પ્રયાસ કરવા માટે ગયેલા વનકર્મીની હત્યા કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મધ્ય પ્રદેશમાં ખનન માફિયા અત્યારે બેફામ બનીને ગેરકાયદે રેતીનું ખનન કરી રહ્યાં છે, આખરે શા માટે આ ખનન માફિયા સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી?

આ કેસમાં તાત્કાલિક સુનાવણી માટે રજૂ કરવામાં

મહત્વની વાત છે કે, આ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ વન રક્ષકની કથિત હત્યા અંગેનો કેસ તાત્કાલિક સુનાવણી માટે રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ ધ્યાન આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો કે તે આ કેસને આવતા અઠવાડિયે સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે. સુનાવણી થયા બાદ સમગ્ર કેસની હકીકત જાણ્યા બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે.

આખરે શું હતો આ સમગ્ર મામલો?

વિગતે વાત કરવામાં આવે તો, આ ઘટના બુધવારે બની હતી. જ્યારે વનરક્ષક હરકેશ ગુર્જર પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન ગેરકાયદે રેતીનું ખનન કરવામાં આવતું હતું તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપ એવો છે કે, અહીંથી રેલ લેવાની ના પાડી એટલા માટે ટ્રેક્ટર ચાલકે વન રક્ષક પર ટ્રેક્ટર ચઢાવી દીધું હતું. જેના કારણે ઘટનાસ્થળ પર જ તેમનું મોત થઈ ગયું હતું. જેના કારણે આ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કારણે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જ આ વિસ્તારમાં થઈ રહેલા ગેરકાયદે ખનન અંગે નિયમો બનાવા માટે નિર્દેશ કર્યો હતો. 

સુપ્રીમ કોર્ટે વકીલને એફિડેવિટ દ્વારા અન્ય ઘટનાઓની સંપૂર્ણ વિગતો પણ રેકોર્ડ પર લાવવાનો નિર્દેશ આપ્યો છે. ચંબલ ક્ષેત્રમાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે તે મામલે સુપ્રીમ કોર્ટે પણ લાલ આંખ કરી હતી. આ સાથે રેત માફિયા સામે કડક કાયદો બનાવાવ માટે પણ નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, અભ્યારણ્ય ક્ષેત્રમાં ગેરકાયદે ખનન કરવું તે પર્યાવરણ, વન્યજીવ અને કાનૂન-વ્યવસ્થા ત્રણેય પર મોટો ખતરો છે.