Sun Sep 06 2026

Logo

નાશિક ટીસીએસ કેસ:નિદા ખાન ધર્મ પરિવર્તનની ફરજ પાડતી હતી...

2026-04-21 19:44:00
Author: Yogesh D. Patel
નાશિક ટીસીએસ કેસ:નિદા ખાન ધર્મ પરિવર્તનની ફરજ પાડતી હતી...

નાશિક: ટાટા કંસલટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના નાશિક યુનિટમાં સાથી મહિલાઓની જાતીય સતામણી તેમ જ ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાના કેસની આરોપી નિદા ખાનને સોમવારે કોર્ટે વચગાળાની રાહત આપી નહોતી. પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે કંપનીના નાશિક યુનિટમાં નિદા ખાન ધર્મ પરિવર્તનની ફરજ પાડતી હતી. નિદા ખાન હાલ ફરાર હોઇ પોલીસની ચાર ટીમ વિવિધ સ્થળે તેની શોધ ચલાવી રહી છે.

પોલીસ દ્વારા દાખલ કરાયેલા નવ એફઆઇઆરમાંથી એકમાં નિદા ખાન અને અન્ય ચાર લોકોનાં નામ આરોપી તરીકે છે. ટીસીએસ યુનિટમાં જાતીય સતામણી અને ધર્મ પરિવર્તન માટે દબાણના પ્રકરણમાં ખાન મુખ્ય આરોપી છે. તેની ભૂમિકા બળજબરીથી ધર્મ પરિવર્ત સાથે જોડાયેલી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસે જાતીય સતામણીના કેસોમાં અત્યાર સુધી આઠ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે પ્રિવેન્શન ઓફ સેકસ્યુઅલ હેરેસમેન્ટ (પીઓએસએચ) સમિતિમાં સ્થાનિક સભ્યોનો સમાવેશ થવો જોઇએ અને વીડિયો કોન્ફરન્સ પર આધાર રાખવાને બદલે વારંવાર રૂબરૂ મળવું જોઇએ. 
આ કેસ પ્રકાશમાં આવ્યા બાદ નિદા ખાન ફરાર થઇ ગઇ છે અને ખાનને સેશન્સ કોર્ટે સોમવારે વચગાળાની રાહત આપી નહોતી. તેની આગોતરા જામીનની અરજી પર આગામી સુનાવણી 27 એપ્રિલે હાથ ધરાશે. (પીટીઆઇ)

વધુ જુઓ...