Tue Sep 08 2026

Logo

માતાની કરપીણ હત્યા કર્યા બાદ પુત્રએ ગળાફાંસો ખાધો

2026-08-11 17:41:41
Author: Yogesh D. Patel
માતાની કરપીણ હત્યા કર્યા બાદ પુત્રએ ગળાફાંસો ખાધો

નાંદેડ: નાંદેડ જિલ્લામાં પચાસ વર્ષની માતાની કરપીણ હત્યા કર્યા બાદ 26 વર્ષના પુત્રએ ઘરમાં ગળાફાંસો ખાધો હતો. નાંદેડમાં તારોડા ખાતેના રાહુલ કોલોની વિસ્તારમાં 8 ઑગસ્ટે આ ઘટના બની હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

પુત્રની ઓળખ પ્રતીક ચૌથારે તરીકે થઇ હોઇ તેણે ઘરમાં લોખંડના સળિયાથી માતા ભારતી બાલાજી ચૌથારે પર હુમલો કર્યો હતો અને બાદમાં તેના પર ચાકુના ઘા ઝીંક્યા હતા. પ્રતીકે બાદમાં ઘરમાં ગળાફાંસો ખાધો હતો.

દરમિયાન બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને માતા-પુત્રને હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસીને બંનેને મૃત ઘોષિત કર્યાં હતાં.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પ્રતીકની છેલ્લા થોડા વર્ષથી ડિપ્રેશનની સારવાર ચાલી રહી હતી. આ ઘટના પાછળનું કારણ કૌટુંબિક સમસ્યાઓ અને માનસિક તણાવ છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.


(પીટીઆઇ)