Sun Sep 13 2026

Logo

અમદાવાદમાં ઈન્સ્ટા પર યુવતી સાથે ફ્રેન્ડશીપનો ચસકો યુવકને 9.50 લાખમાં પડ્યો, જાણો કઈ રીતે ફસાયો ?

2026-08-24 10:24:00
Author: Mayur Patel
અમદાવાદમાં ઈન્સ્ટા પર યુવતી સાથે ફ્રેન્ડશીપનો ચસકો યુવકને 9.50 લાખમાં પડ્યો, જાણો કઈ રીતે ફસાયો ?

અમદાવાદઃ શહેરમાં ઈન્સ્ટા પર યુવતી સાથે ફ્રેન્ડશીપનો ચસકો યુવકને 9.50 લાખમાં પડ્યો હતો.  જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યા બાદ યુવકે રજિસ્ટ્રેશન કરાવ્યું અને યુવતીની પસંદગી કરી હોટલમાં મળવા પહોંચતા ફસાયો હતો.

જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના 24 વર્ષીય યુવક સાથે ઇન્સ્ટાગ્રામ જાહેરાતના માધ્યમથી રૂ. 9.50 લાખની સાયબર છેતરપિંડી થઈ હતી. યુવકે ઇન્સ્ટાગ્રામ પર યુવતીઓ સાથે વાતચીત અને મુલાકાત કરાવતી એક જાહેરાત જોઈ આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. સામેવાળી વ્યક્તિએ રૂ. 500 રજિસ્ટ્રેશન ફી લીધા બાદ યુવતીઓના ફોટો મોકલ્યા અને હોટલમાં મુલાકાતના બહાને રૂ. 14 હજાર પડાવ્યા હતા.

જે બાદ વિવિધ ચાર્જના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. મેડિકલ, રેસ્ક્યૂ અને એક્ટિવેશન ચાર્જ જેવા વિવિધ બહાના હેઠળ યુવક પાસેથી સતત વધુ નાણાં માંગવામાં આવ્યા હતા. સમય વધુ થતાં યુવકે સર્વિસ કેન્સલ કરી ત્યારે નાણાં રિફંડ આપવાની પ્રોસેસના નામે પણ વધારાના ચાર્જ વસૂલી કુલ રૂ. 9.50 લાખ પડાવી લીધા હતા.

યુવકને તેની છેતરપિંડીનો અહેસાસ થતાં યુવકે સાયબર હેલ્પલાઇન અને ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ ગુના અંગે કેસ નોંધીને સોશિયલ મીડિયા જાહેરાતથી લઈને નાણાંની લેવડદેવડ સુધીના તમામ વ્યવહારોની તપાસ શરૂ કરી હતી.