Sun Jun 28 2026

Logo

નાંદેડના પેઠકર પરિવારે લગ્નમાં જાનૈયાઓને આપી અનોખી ભેટ, PM મોદીએ કર્યા વખાણ

2026-06-28 19:37:53
Author: Mumbai Samachar Team
Article Image

લગ્નમાં ભેટ તરીકે આપ્યો એક લાખ રુપિયાનો વીમો અને હેલ્મેટ! 

નાગપુર/નાંદેડ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમના એપિસોડમાં મહારાષ્ટ્રના નાંદેડમાં આયોજિત લગ્નનો ઉલ્લેખ કરીને મહત્ત્વની વાત કરી હતી. PM મોદીએ 'મન કી બાત'ના 135માં મહારાષ્ટ્રના નાંદેડમાં યોજાયેલા એક અનોખા લગ્નનો ઉલ્લેખ કર્યો હતો. પેઠકર પરિવારે પોતાના પુત્રના લગ્નમાં ગામના 3,500 લોકોને ₹1 લાખનો અકસ્માત વીમો અને હેલ્મેટ ભેટમાં આપીને સુરક્ષાની અનોખી મિસાલ કાયમ કરી છે, જે વાતે સોશિયલ મીડિયા પર પણ લોકોમાં કૌતુક જગાવ્યું હતું, જ્યારે લોકો પરિવારની પ્રશંસા કરી હતી.

વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે નાંદેડના બહાદુરપુરા ગામમાં પેઠકર પરિવાર રહે છે. આ પરિવારે તેમના ઘરે શુભ લગ્નપ્રસંગે ગામના લગભગ સાડા ત્રણ હજાર લોકોને ભેટ સ્વરૂપે દુર્ઘટના વીમા ઉતારવા માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી દીધી હતી. દરેક વ્યક્તિને એક લાખ રૂપિયાનું વીમા કવર આપવામાં આવ્યું હતું. 
 
નાંદેડના બહાદુરપુરા ગામમાં સિદ્ધેશ્વર પેઠકર અને મંજુષાના લગ્ન સમારંભમાં 3,500 જેટલા સ્થાનિકોને વીમો ઉતારવાની સૌને ભેટ આપવામાં આવી હતી. સિદ્ધેશ્વર પેઠકરના જણાવ્યા અનુસાર અમારા ગામમાં લોકો મજૂરો અને ખેડૂતો છે, જયારે તેઓ ખેતરોમાં કામ કરવા જાય છે ત્યારે તેઓ કોઈ દુર્ઘટનાનો પણ ભોગ બને છે, ક્યારેક તેમને સાપ કરડી જાય છે અથવા કોઈ જંગલી પ્રાણી હુમલો કરી દે છે. 

જોકે, આ પ્રકારની દુર્ઘટનાઓ થતી રહે છે, જેથી તેમની સુરક્ષા માટે તેમના માટે ઈન્શ્યોરન્સની વ્યવસ્થા કરવાનો વિચાર આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ વીમા યોજના દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને એક લાખ રૂપિયા આપી મદદ પુરી પાડવામાં આવશે. જેથી ગામના લોકોની આર્થિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ વિચાર આવ્યો હતો.

પેઠકર પરિવારે લગ્નમાં અગાઉ વીમા અને હેલ્મેટ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં એક જ દિવસમાં 900 લોકોનો વીમો ઉતારવામાં આવ્યો હતો. લગ્ન સમારંભ દરમિયાન પણ તેમણે સુરક્ષાના ઉપાય તરીકે મહેમાનોમાં હેલ્મેટ વહેંચ્યાં હતા. 
દુલ્હન મંજુષાએ પણ પોતાના પતિની આ અનોખી પહેલથી ખુશી વ્યક્ત કરી હતી. મંજૂષાએ જણાવ્યું હતું કે પોતાના લગ્નને ગામ માટે એક નાની ભેટમાં પરિવર્તિત કરવા માંગતા હતા. તેમનો પરિવારે પણ આ પહેલથી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. 

હવે તો વડા પ્રધાન પણ આ લગ્નસમારંભમાં થયેલી વિશેષ પહેલથી પ્રભાવિત થયા હતા, જેના લીધે હવે સિદ્ધેશ્વર પેઠકર અને મંજૂષાના લગ્નની ચર્ચાએ પણ જોર પકડ્યું છે, જ્યારે મહારાષ્ટ્રના નેતાઓએ પણ આ લગ્નને વધાવ્યા હતા.