Mon Jun 01 2026

Logo

મ્યાનમારના રાષ્ટ્રપતિ આજે પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

2026-06-01 09:46:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ મિન આંગ હ્લેઇંગ સાથે વાતચીત કરવાના છે. બંને દેશો વચ્ચે ઐતિહાસિક અને સભ્યતાગત સંબંઘો વધારે મજબૂત થયા તેવી ચર્ચા કરવામાં આવશે. આ વાતચીતમાં ખાસ કરીને સુરક્ષા અને સંપર્ક સહિત મ્યાનમાર અને ભારત વચ્ચેના સંબંધો હજી વધારે મજબૂત થયા તેના પર વધારે ભાર મૂકવામાં આવી શકે છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ અત્યારે ભારતના પ્રવાસે આવેલા છે, તેમાં આજે ભારતના વડાપ્રધાન સાથે વાત કરવાના છે. 

આ મુલાકાત બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ

મહત્વપૂર્ણ વાત એ છે કે, મ્યાનમાર ભારતની ‘પડોશી પ્રથમ’, 'એક્ટ ઈસ્ટ' અને ‘મહાસાગર’ નીતિઓમાં સ્થાન ધરાવે છે. રાષ્ટ્રપતિ યુ મીન આંગ હ્લેઇંગની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવાની અપેક્ષા છે. આ પહેલા મ્યાનમારના રાષ્ટ્રપતએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. જેમાં ખાસ કરીને સરહદ સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી. 

ક્યાં મુદ્દાઓ પર થશે વાતચીત?

ભારત અને મ્યાનમાર વચ્ચે થવાની આ દ્વિપક્ષીય વાતચીતમાં સરહદ સુરક્ષા, વેપાર, કનેક્ટિવિટી અને ક્ષેત્રિય સ્થિતરા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. 
સરહદી ક્ષેચ્રોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા  'મુક્ત ચળવળ શાસન' અને ચળવળને નિયંત્રિત કરતા નિયમોમાં ફેરફારો પર વિચારણા કરવામાં આવી શકે છે
બંને રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને વેપાર મંચો દ્વારા રોકાણને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરવામાં આવશે.
સીમાપાર ગેરકાયદેસર ડ્રગ હેરફેર અને સંગઠિત અપરાધને રોકવા માટે કડક પગલાંના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. 

આ વાતચીત પહેલા મ્યાનમારના રાષ્ટ્રપતિએ અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી. જેમાં વિદેશ મંત્રાયલે મુલાકાતની તસવીરો પણ એક્સ પર શેર કરી હતી. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મીન આંગ હ્લેઇંગ પાંચ દિવસ માટે ભારતના પ્રવાસે આવેલા છે. ભારત પ્રવાસની શરૂઆત તેણે બિહારથી કરી હતી. બિહારમાં બોઘગયામાં આવેલા મહાબોધિ મંદિરની મુલાકાત લીધા પછી તેઓ દિલ્હી પહોંચ્યાં હતાં. પીએમ મોદી સાથે મુકાલાત અને વાતચીત કર્યાં બાદ રાષ્ટ્રપતિ યુ મીન આંગ હ્લેઇંગ મુંબઈ જવાના છે.