(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફરી બીજા રાઉન્ડના વરસાદની વિધિવત્ એન્ટ્રી થઈ છે, જેની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેની સૌથી મોટી અસર મુંબઈ-અમદાવાદ વચ્ચેના ટ્રેન-વ્યવહાર પર પણ પડી છે. મુંબઈ ડિવિઝનમાં ઉદવાડા (યુવીડી) અને પારડી (પીએડી) સ્ટેશનની વચ્ચે ધોવાણને કારણે સિગ્નલ યંત્રણા પર અસર થવાથી ટ્રેન-વ્યવહાર પર ગંભીર અસર થઈ છે.
પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના ભારે વરસાદને કારણે માટીના ધોવાણને કારણે બની હતી. જેના કારણે રેલવે ટ્રેક નજીકના સિગ્નલ પોસ્ટની આસપાસનો બેલાસ્ટ ધોવાઈ ગયો હતો. જોકે, આ ઘટનાને કારણે મુખ્ય રેલવે ટ્રેકને માળખાકીય રીતે અસર થઈ નથી, જ્યારે અસરગ્રસ્ત સ્થળ પર નવ મીટર ઊંચી પાળીને પગલે રેલવ્યવહાર પૂર્વવત કરવું વધુ પડકારજનક બન્યું હતું. હાલમાં આ રુટ પર માત્ર એક જ તરફથી ટ્રેનોની અવરજવર ચાલુ છે, પરંતુ મોટા ભાગની ટ્રેન પર અસર થઈ શકે છે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.
ગુજરાતમાં વરસાદી એલર્ટ વચ્ચે NDRF એક્શનમાં, સુરત-વલસાડમાં ટીમો તૈનાત | surat rain update
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 22, 2026
ગુજરાતમાં સતત વરસાદને પગલે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સંભવિત પૂર અને પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા NDRFની 6મી બટાલિયનની ટીમોને સુરત અને વલસાડ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.… pic.twitter.com/94HcU3TRh3
સાવચેતીના ભાગરુપે પશ્ચિમ રેલ્વેએ ડાઉન મુખ્ય લાઇન પર રેલસેવા સ્થગિત કરી હતી અને અવરજવરને નિયંત્રિત કરવા અને ભીડ દૂર કરવા માટે અપ મુખ્ય લાઇન દ્વારા સિંગલ લાઇન પર ટ્રેનો દોડી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલવ્યવહાર પૂર્વવત કરવામાં છથી સાત કલાક લાગવાની અપેક્ષા છે. આ વિક્ષેપને કારણે અનેક ટ્રેન સેવાઓ રદ કરાઇ છે. કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે જ્યારે કેટલી ટ્રેનોને અન્ય રુટ પર ડાઇવર્ટ કરાઇ હતી. જેને કારણે હજારો પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી .
મુંબઈ-સુરત-અમદાવાદ વચ્ચેની ટ્રેનવ્યવહાર પર અસર
. ઉમરગાંવ રોડ-વલસાડ પેસેન્જર ટ્રેન (ટ્રેન ક્રમાંક ૬૯૧૫૩) રદ કરવામાં આવી હતી.
. અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (૧૨૯૩૪)ને વલસાડ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. જ્યારે ટ્રેન ક્રમાંક ૧૨૯૩૩ બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ એક્સપ્રેસ બાંદ્રાની જગ્યાએ વલસાડથી દોડશે. ટ્રેન વલસાડ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બંને દિશામાં રદ રહેશે.
. ટ્રેન ક્રમાંક ૧૨૯૩૨ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસને નવસારી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. જ્યારે ટ્રેન ક્રમાંક ૧૨૯૩૧ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલની જગ્યાએ નવસારીથી ઉપડશે. વલસાડ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની સેવાઓ રદ કરવામાં આવી છે.
. ટ્રેન ક્રમાંક ૨૦૯૦૮ ભુજ-દાદર એક્સપ્રેસને સુરત ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. જ્યારે ટ્રેન ક્રમાંક ૨૦૯૦૭ દાદર-ભુજ એક્સપ્રેસ દાદરની જગ્યાએ સુરતથી દોડશે. આ ટ્રેન સુરત અને દાદર વચ્ચે રદ રહેશે.
. ટ્રેન ક્રમાંક ૧૨૯૯૬ અજમેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ને પણ વલસાડમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. અને પરત ફરતી સેવા વલસાડથી શરૂ થશે.
. ટ્રેન ક્રમાંક ૨૨૯૩૦ વડોદરા-દહાણુ રોડ મેમુને ભીલાડ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. જ્યારે પરત ફરતી સેવા ભીલાડથી શરૂ થશે.
. ટ્રેન ક્રમાંક ૫૯૦૪૫ મુંબઈ સેન્ટ્રલ-વાપી પેસેન્જર ટ્રેનને ઘોલવડ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. અને પરત ફરતી સેવા ઘોલવડ સ્ટેશનથી ચાલશે.
. ટ્રેન ક્રમાંક ૬૯૧૩૯ બોરીવલી-વલસાડ પેસેન્જર ટ્રેનને વાપી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. જ્યારે ખાલી રેક સુરત તરફ આગળ વધશે.
. ટ્રેન ક્રમાંક ૬૯૧૫૪ સુરત-ઉમરગાંવ રોડ પેસેન્જરને વલસાડ ખાતે શોર્ટ ટર્મિનેટ કરી હતી