Fri Jun 19 2026

Logo

ધોનીની નિવૃતિ અંગે સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન, ધોનીને ખબર...

2026-03-25 21:38:26
Author: Mumbai Samachar Team
Article Image

ચેન્નઈ: ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2026 અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સના વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોનીની નિવૃતિની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અનેક રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ સીઝન ધોનીની આઈપીએલમાં અંતિમ સીઝન હોઈ શકે છે. જોકે, આ ચર્ચા છેલ્લા ચારથી પાંચ સીઝનથી ચાલી રહી છે. ફક્ત ધોની જ જાણે છે કે આઈપીએલ 2026 ખેલાડી તરીકે તેનો છેલ્લી સીઝન હશે કે નહીં. સૌરવ ગાંગુલીએ આ શક્યતા અંગે નિવેદન આપ્યું છે.

જ્યારે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સૌરવ ગાંગુલીએ એમએસ ધોનીના આઈપીએલમાંથી નિવૃત્તિની શક્યતા અંગે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો, તેમણે સંકેત આપ્યો હતો કે તે ધોની સાથે ચર્ચા કરી શકે છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ધોનીને કહીશ કે શું કરવું, મીડિયાને નહીં.

નોંધનીય છે કે સંજુ સેમસન આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમશે, જેને ટીમમાં ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યો છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાનું માનવું છે કે આ ધોનીની છેલ્લી આઈપીએલ સીઝન હશે કારણ કે સંજુ સેમસન ધોનીનું સ્થાન લેવા માટે તૈયાર છે. સીએસકેએ સંજૂને ટ્રેડ કરીને ખરીદ્યો છે. 

ભૂતપૂર્વ ક્રિકેટરનું માનવું છે કે ધોનીએ હવે નિવૃત્તિ લેવી જોઈએ. તમે ડગઆઉટમાંથી ટીમ ચલાવતા નથી આ ફૂટબોલ ટીમ નથી. ધોનીની ખાસિયત એ છે કે તે કોઈની રમત વાંચી શકે છે. 

તેમણે કહ્યું કે ધોનીએ આ સીઝન પછી આઈપીએલમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. એમએસ ધોની 44 વર્ષનો છે અને આઈપીએલમાં 278 મેચ રમ્યો છે. ધોનીએ 242 આઈપીએલ ઇનિંગ્સમાં 5439 રન કર્યા છે.