Wed Jun 24 2026

Logo

ચૈતર વસાવા ધારાસભ્યપદ ગુમાવશે તો બીજી પત્નિને ચૂંટણી લડાવશે ? જાણો ચૈતર પાસે શું છે વિકલ્પો ?

2026-06-24 10:06:00
Author: Vimal Prajapati
Article Image

ગુજરાતના રાજકારણમાં છાશવારે કોઈ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતી રહે છે. અત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વન કર્મીને મારવા અને તેને ધમકાવ્યાં બદલ તેમને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, ચૈતર વસાવા સાથે તેમની પત્ની સહિત નવ આરોપીઓને કોર્ટે સાત વર્ષની સજા અને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કોર્ટમાં દોષિત સાબિત થયાં છે જેને લઈને તેમને જેલની સજા કરવામાં આવી હતી. એક ધારાસભ્યાને જેલની સજા થાય તો વિધાનસભાનું સભ્ય પદ પણ જવાની સંપૂર્ણ શક્યતા રહેતી હોય છે. 

વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટ દ્વારા આ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. MLA ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત નવ આરોપીઓને સજા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ચૈતર વસાવાનો એક સાથે બે કેસમાં સજા કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલાને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે લાવવામાં આવ્યાં છે. 

શું ચૈતર વસાવાનું ધારાસભ્યપદ જતું રહેશે?

વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીના કહ્યા પ્રમાણે ભારતમાં ધારાસભ્યો અને સાંસદો માટે  આચારસંહિતા તથા કાયદાકીય નિયમો નક્કી કરાલેયાલા છે. તેનું પાલન કરવું જ પડશે. આચારસંહિતા તથા કાયદાકીય નિયમો પ્રમાણે કોર્ટના ચુકાદાને જ સર્વોપરી માનવામાં આવે છે. જેથી કોઈ પણ ધારાસભ્યને બે વર્ષથી વધારે જેલની સજા થાય તો તેમનું સભ્યપદ જતું રહે છે. ચૈતર વસાવાને પણ સાત વર્ષની સજા કરવામાં આવી છે, જેથી હવે ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે ગણાશે નહીં અને તેની બેઠક ખાલી ગણાશે. એટલું જ નહીં પરંતુ હવે આ મામલે વિધાનસભા અધ્યક્ષને પણ દરખાસ્ત મોકલવામાં આવશે અને આ બેઠકને ખાલી કરવામાં આવશે. 

સભ્યપદ બચાવવા ચૈતર વસાવા પાસે શું વિકલ્પ રહ્યો?

આમ, તો 2 વર્ષી વધારે જેલની સજા થાય તો વિધાનસભા સભ્યપદ ગુમાવવું પડે છે, પરંતુ જો ચૈતર વસાવા ઉપલી અદાલતમાંથી સજા પર સ્ટે લાવવામાં સફળ રહે તો સભ્યપદ બચી શકે છે. પરંતુ જ્યાં સુધી ઉપલી અદાલતમાંથી સજા પરથી સ્ટે નહીં આવે ત્યાંથી આ બેઠક ખાલી જ ગણાય અને તે અંગેની કાર્યવાહી ચાલુ રહેશે તેવું વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. જો ઉપલી કોર્ટ સજા પર સ્ટે આપે તો જ ચૈતર વસાવાને ધારાસભ્ય તરીકે માન્યતા મળી શકે છે. 

ચૈતર વસાવાના વકીલે શું કહ્યું?

ધારાસભ્ય ચૈતર વસાવાના વકીક એસ. કે, જોષીનું કહેવું છે કે, ચૈતર વસાવા સામે કરવામાં આવેલો કેસ ખોટો છે. સરકાર ચૈતર વસાવાની રાજકીય સફરને ખતમ કરવા માટે આવો કેસ કરી રહી છે. અમે આમલે કોર્ટમાં દલીલો કરી છે. હવે આગળની કાર્યવાહીમાં ચૈતર વસાવાને જામીન પર છોડવા માટે અરજી કરવામાં આવે અરજી કરવામાં આવશે. આ મામલે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ચૈતર વસાવાનું નામ ચાલે છે એટલા માટે તેમની આ રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે તેમના પર કેસ કરવામાં આવ્યો અને ફસાવવાામં આવ્યાં છે. ચૈતર વસાવા માટે પાર્ટી છેક સુધી લડત આપશે તેવું પણ આપ નેતાઓએ જણાવ્યું હતું. 

શું ચૈતર વસાવાની પત્ની ધારાસભ્ય બનશે?

એક પ્રશ્ન એ છે કે, જો ચૈતર વરાસા ઉપલી કોર્ટમાંથી સજા પર સ્ટે નથી લાવી શકતા અને તેમનું ધારાસભ્ય પદ જતું રહેશે તો આ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે? શું ચૈતર વસાવા આ બેઠક પરથી તેમની પત્ની ચૂંટણી લડાશે? આવું શક્ય બને તો કોણ ચૂંટણીની જંગમાં મેદાનમાં આવશે! સમીકરણો જોઈએ તો, ચૈતર વસાવાએ બે લગ્ન કરેલા છે. એક પત્નીનું નામ શકુંતલા છે, જે અત્યારે ચૈતર વસાવાની સાથે જેલમાં છે. રહ્યાં બીજા પત્ની જેમનું નામ વર્ષા વસાવા છે. આવું ચૂંટણી લડવાનું થાય તો વર્ષા વસાવાનું નામ આગળ રહેશે. વિશ્વેષકોના જણાવ્યાં પ્રમાણે આમ આદમી પાર્ટી માટે આ નામ જ બેસ્ટ રહેશે. કારણે કે, ચૈતર વસાવાને સરકારે જેલમાં નાખ્યાં તેવો પ્રચાર કરીને ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવા ચૂંટણી જીતી શકે છે.