Mon Oct 05 2026

Logo

ભારત સ્ક્વૉશમાં પાકિસ્તાનને હરાવીને ફરી એશિયન ચૅમ્પિયનઃ અભય-વેલાવનનો ઈજારો

Sarawak   2026-06-21 17:10:08
Author: Ajay Motiwala
ભારત સ્ક્વૉશમાં પાકિસ્તાનને હરાવીને ફરી એશિયન ચૅમ્પિયનઃ અભય-વેલાવનનો ઈજારો

સારાવાકઃ સ્ક્વૉશ (Squash)માં એક સમયે જહાંગીર ખાન અને જાનશેર ખાનના પર્ફોર્મન્સને લીધે પાકિસ્તાનનો ઈજારો હતો, પણ થોડા વર્ષોથી પાકિસ્તાનનો પર્ફોર્મન્સ કથળી ગયો છે. મલયેશિયામાં રવિવારે અભય સિંહ (Abhay Singh) અને વેલાવન સેન્થિલકુમારની સ્ક્વૉશ જોડીએ પાકિસ્તાન સામેની ફાઇનલમાં ભારતને શાનદાર વિજય અપાવવાની સાથે એશિયન ટાઇટલ પણ અપાવ્યું છે.

એશિયન ડબલ્સ સ્ક્વૉશ ચૅમ્પિયનશિપ્સનું ભારતે સતત ત્રીજી વખત ટાઇટલ જીતીને પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ફાઇનલમાં અભય-વેલાવનની જોડીએ પાકિસ્તાનના નાસિર ઇકબાલ અને નૂર ઝમાનની જોડી સામેની પ્રથમ ગેમ 7-11થી ગુમાવ્યા બાદ બન્ને ગેમ 11-7, 11-2થી જીતીને ટ્રોફી પર કબજો કરી લીધો હતો.

ભારતને ત્રણેય ટાઇટલ અભય-વેલાવનની જોડીએ અપાવ્યા છે. એ રીતે, અભય-વેલાવને ટ્રોફીની હૅટ-ટ્રિક કરી છે.

ભારતે બીજી બે કૅટેગરીમાં પણ ટાઇટલ મેળવ્યા છે. પીઢ ભારતીય ખેલાડી જોશ્ના ચિનપ્પા બે મેડલ જીતી છે. જોશ્ના ચિનપ્પા અને રાધિકા સીલૅનની જોડી આ એશિયન સ્પર્ધામાં મહિલાઓની ડબલ્સમાં બ્રૉન્ઝ જીતી હતી. જોશ્ના ચિનપ્પા અને વેલાવનની જોડીએ મિક્સ્ડ-ડબલ્સમાં બ્રૉન્ઝ જીતી લીધો હતો.