Wed Jun 24 2026

Logo

ચૈતર વસાવા સામે અત્યાર સધી નોંધાયા કેટલા ગુના ? જાણો દરેક ગુનાની વિગત કલમો સાથે

2026-06-24 10:54:00
Author: Vimal Prajapati
Article Image

ચૈતર વસાવા નામ અત્યારે ગુજરાતમાં ભારે ચર્ચામાં છે. કારણ કે, ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 આરોપીઓને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે. વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટ દ્વારા આ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. MLA ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત નવ આરોપીઓને સજા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ચૈતર વસાવાનો એક સાથે બે કેસમાં સજા કરવામાં આવી છે. પરંતુ શું તમે જાણો છો ચૈતર વસાવા સામે આ પહેલા કેટલા કેસ નોંધાયેલા છે? ચાલો વિગતે જાણીએ.

ચૈતર વસાવા સામે અલગ અલગ કેસમાં કુલ 12 ગુના

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ચૈતર વસાવા સામે અલગ અલગ કેસમાં કુલ 12 ગુનાઓ પોલીસને ચોપડે નોંધાયેલા છે. જેમાંથી 10 ગુનાઓ તો માત્ર ડેડિયાપાડા પોલીસે સ્ટેશનમાં જ નોંધાયેલા છે. ડેડિયાપાડા પોલીસ મથકે નોંધાયેલા ગુનાની વિગતે વાત કરીએ તો, 2014માં IPCની કલમ 147, 148, 149, 323, 354(A), 504, 503 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 35 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. 2017માં IPCની કલમ 143, 147, 149, 332, 341, 504, 506(2), ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો, તે પછી 2018માં  IPCની કલમ 115, 116, 120(B), 147, 148, 149, 395, 427, 450 અંતર્ગત ગુનો નોંધાયો હતો. 2019ની વાત કરવામાં આવે તો, IPCની કલમ 354(A), (1), (4), 506(2) 67(A) of the IT Act, 2008 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

10 ગુનાઓ તો માત્ર ડેડિયાપાડા પોલીસે સ્ટેશનમાં નોંધાયા

અન્ય કેસોની વાત કરવામાં આવે તો, વર્ષ 2020માં IPCની કલમ 188, 120 B, 186, 505(1) (B), 114 મુજબ ગુનો, વર્ષ 2021માં IPCની કલમ 188, 269 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B) મુજબ ગુનો, વર્ષ 2021માં IPCની કલમ 323, 504, 506(2), 143, 147, 427, 452, 153(A) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B) મુજબ ગુનો, 2021માં IPCની કલમ 397, 504, 506(2) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો, વર્ષ 2022માં IPCની કલમ 188 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 131 મુજબ અને IPCની કલમ 306, 506(2) મુજબ ગુનો નોંધાયો હતો. 

એટલું જ નહીં, બીજા પણ બે ગુનાઓ નોંધાયેલા છે. જેમાં એક રાજપીપળા પોલીસ મથકે IPCની કલમ IPCની કલમ 143, 147, 148, 149, 323, 504, 506(2) મુજબ ગુનો નોંધાયો હતો અને બીજો કેવડિયા પોલીસ મથકે IPCની કલમ 353, 505(1),(B), 506(1), 188, 186, 143, 147, 269, 120B અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક્ટ કલમ 51(B) મુજબ ગુનો નોંધાયો હતો. અત્યારે વન કર્મચારી સાથે મારપીટ અને ધમકી આપવાની ગુનામાં ચૈતર વસાવા તેમની પત્ની શકુંતલા વસાવા સહિત 9 લોકોને સજા ફટકારવામાં આવી છે.