Sun Sep 06 2026

Logo

CM વિજય અને તૃષા કૃષ્ણન થયું બ્રેકઅપ? સોશિયલ મીડિયા પર ધમાલ, જાણો હકીકત

2026-06-23 18:59:21
Author: Mumbai Samachar Team
CM વિજય અને તૃષા કૃષ્ણન થયું બ્રેકઅપ? સોશિયલ મીડિયા પર ધમાલ, જાણો હકીકત

હૈદરાબાદઃ તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી-સુપરસ્ટાર થલપતિ વિજય અને એક્ટ્રેસ તૃષાના સંબંધોની ચર્ચા અનેકવાર થાય છે. આ વિષય પર જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે અનેક પ્રકારના મુદ્દાઓ ઊઠે છે. ફરી એકવાર બંન્ને સંબંધો પર ઈન્ટરનેટ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે બન્ને વચ્ચે બ્રેકઅપ થયા ચર્ચાતી વાતે લોકોને ચોંકાવી દીધા છે.

તૃષાએ મુખ્યમંત્રી વિજયને સોશિયલ મીડિયા પર બર્થ ડે વિશ પણ નથી કર્યું અને ઈન્સ્ટાગ્રામ પર એને અનફોલો કરી દીધા છે. આ મામલો સા આવ્યા બાદ બન્ને વચ્ચે બ્રેકઅપ થયું હોવાની વાત ઉછળી છે. 22 જુનના દિવસે વિજયનો જન્મદિવસ હતો. 

રીલ પર સાથે અને રીયલમાં?

મુખ્યમંત્રીના વિજયના જન્મદિવસ પર અનેક લોકોએ વિશ કર્યું હતું. આ યાદીમાં તૃષાનું નામ ન હતું. તૃષાને વિજયના સૌથી નજીકના અને ખૂબ જ ખાસ દોસ્ત માનવામાં આવે છે.આ દિવસ પૂરો થયા બાદ સૌ કોઈ તૃષા અને વિજયના સંબંધની ચર્ચા કરી રહ્યા છે. એટલું જ નહીં વિજયને અનફોલો પણ કરી દીધા છે.વિજય અને તૃષાએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

જેમાં 'ઘિલ્લી','તિરૂપચ્ચી','સન' અને 'લિયો' જેવી ફિલ્મો કરી છે. છેલ્લે તે 'કરપ્પુ'માં જોવા મળી હતી. જ્યારે શપથ ગ્રહણ સમારોહ હતો એ સમયે પણ તૃષાએ હાજરી આપી હતી.છેલ્લા કેટલાક વર્ષોથી વિજયની તસવીર પણ શૅર કરી રહી હતી.ગત વર્ષે વિજય સાથેની પોસ્ટ મૂકતા તેમણે લખ્યું હતું કે, સૌથી સારો માણસ, જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. અચાનક આ વર્ષે એમના જન્મદિવસ પર કોઈ પ્રકારે શુભેચ્છા પણ જોવા ન મળતા અનેક પ્રચાર ચર્ચા શરૂ થઈ છે. 

આ રીતે ખબર પડી
એક લાંબા સમય બાદ બન્ને વચ્ચેના સંબંધો ફરી ચર્ચામાં છે. એકબીજા સાથે ડેટ કરી રહ્યા એની ચર્ચા વચ્ચે હવે આખરે શું થશે એની ચર્ચા છે?મુખ્યમંત્રી તરીકે વિજય આવ્યા બાદ પણ ઘણા સમય સુધી તેઓ એકબીજાની સાથે રહ્યા હતા. સાથ આપતા જોવા મળ્યા હતા. આ ખબરને વધારે મજબૂતી એ સમયે મળી જ્યારે જાણવા મળ્યું કે, પત્ની સંગીતાએ એમની વિરૂદ્ધમાં છૂટાછેડાની અરજી કરી દીધી છે અને બન્ને અલગ રહેવા લાગ્યા છે.

હવે  બન્ને વચ્ચે બ્રેકઅપ થયું છે કે નહીં અને ખરેખર એમના સંબંધઓમાં શું ચાલી રહ્યું છે એ અંગે ખાસ કોઈ સત્તાવાર રિપોર્ટ સામે આવ્યો નથી.માત્ર સોશિયલ મીડિયા પર થતી મુવમેન્ટ અને હિલચાલ પર કેટલાક ફેન્સ આ પ્રકારનો ક્યાસ લગાવી રહ્યા છે. જ્યારે જન્મદિવસના દિવસે એમનો ફોલો કરતા લોકોની યાદીમાંથી તૃષાનું નામ ગાયબ થયેલું જોવા મળ્યું એવા સમયે લોકોની આંખ ચાર થઈ ગઈ હતી.