Wed Jun 24 2026

Logo

પદ્મ પુરસ્કાર લેતા પહેલા અચાનક અલ્કા યાજ્ઞિક કેમ પીએમ મોદી પાસે પહોંચ્યા, જુઓ વાયરલ વીડિયો

2026-06-23 22:35:58
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ 90ના દાયકાની સૌથી વધુ પોપ્યુલર અને સૌની ફેવરીટ સિંગર અલ્કા યાજ્ઞિકને પદ્મ પુરસ્કારથી સમ્માન આપવામાં આવ્યું છે. એમની સાથોસાથ 'ધુરંધર' ફિલ્મના અજય સાન્યાલ-આર. માધવનને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. મંગળવારે નવી દિલ્હીમાં પદ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતી ગાયિકા અલ્કા યાજ્ઞિક, મમૂટી અને આર. માધવનને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 

સતિશ શાહને પણ મળ્યો પદ્મ પુરસ્કાર
આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુઝિક જગતમાં અસાધારણ યોગદાન બદલ અલ્કા યાજ્ઞિકને સન્માન આપવામાં આવ્યું છે. એમને પદ્મ ભૂષણ સન્મા્ન આપવામાં આવ્યું છે. ભારતીય સિનેમા અને થિયેટર્સના સિનિયર ગણાતા કલાકાર સતિશ શાહને મરણોપરાંત પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. એમના ભાઈ અરવિંદ શાહે આ સન્માન સ્વીકારીને આભાર વ્યક્ત કર્યો છે. આ ક્ષણે એના ફેન્સને ઈમોશનલ કરી દીધા હતા. ટીવી, થિયેટર આર્ટિસ્ટ અને કોમેડિયન તરીકે તેમણે ભારતીય સિનેમામાં દમદાર કામ કર્યું હતું. મલયાલમ ઈન્ડસ્ટ્રીના મમૂટીએને પણ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 5 દાયકાની કેરિયરમાં આ એમનું સર્વશ્રેષ્ઠ સન્માન માનવામાં આવે છે. 400થી વધારે ફિલ્મ તેઓ કરી ચૂક્યા છે અને લોકોનું મનોરંજન હજુ પણ કરતા રહે છે. મમૂટીને સપોર્ટ કરવા માટે એના પુત્ર સલમાન દુલકર પહોંચ્યા હતા. 

આર માધવન પરિવાર સાથે આવ્યા
ફિલ્મ એક્ટર આર. માધવનને પણ પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં તેઓ પોતાની પત્ની અને દીકરા સાથે આવ્યા હતા. જેનો આર. માધવનને એવોર્ડ મળ્યો પત્ની અને પુત્રના ચહેરા પરના એક્પ્રેસન જોવા જેવા હતા. અલ્કા યાજ્ઞિકનું નામે જેવું જાહેર થયું એ સમયે તેઓ ડાયરેક્ટ રાષ્ટ્રપતિ પાસે જવાના બદલે પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા હતા. એમના પગે લાગીને આશીર્વાદ લીધા હતા. એ પછી તેમણે રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ સ્વીકાર્યો હતો. છેલ્લા ચાલીશ વર્ષથી અલ્કાએ સંગીતની દુનિયામાં જે યોગદાન આપ્યું એ અતુલ્ય છે. એકથી એક ચડિયાતા ગીત અને સંગીતના ક્ષેત્રમાં એવા માઈલસ્ટોન પ્રાપ્ત કર્યા જે ઉદાહરણ સમાન છે. એક સમય એવો પણ હતો જ્યારે યુટ્યુબ પર સૌથી વધારે એના ગીત પ્લે થતા હતા અને રેડિયો ઉપર પણ એના ગીત સૌથી વધારે પ્લે થતા હતા.