મુંબઈ: જૂન મહિનો હવે પૂરો થવામાં છે અને પહેલી જુલાઈ, 2026થી તમારા રોજિંદા ખર્ચ સાથે જોડાયેલા 5 મોટા નિયમો બદલાઈ રહ્યા છે. જેની અસર તમારા ખિસ્સા પર પડશે. કોઈ ફેરફાર રાહત આપશે તો કોઈ ખિસ્સું હળવું કરશે. પગાર આવે એ પહેલાં જ આ લિસ્ટ ચેક કરી લો, જેથી મંથલી બજેટ બનાવવામાં મદદ મળશે...
આધારમાં ઈમેઇલ આઈડી ફ્રીમાં અપડેટ થશે
યુઆઈડીએઆઈએ આધારકાર્ડધારકોને મોટી રાહત આપી છે. જો તમારા આધાર કાર્ડમાં ઈમેઇલ આઈડી લિંક નથી, તો પહેલી જુલાઈથી 31 ડિસેમ્બર સુધી તમે તે બિલકુલ ફ્રીમાં અપડેટ કરાવી શકશો. અત્યાર સુધી આ કામ માટે 75 રૂપિયા ફી લાગતી હતી. હવે 6 મહિના સુધી એક પણ રૂપિયો નહીં લાગે.

LPG સિલિન્ડર: ખિસ્સા પર ફરી ઝટકો લાગશે?
મિડલ ઈસ્ટની તંગદિલીને કારણે એલપીજીના ભાવ સતત વધી રહ્યા છે. જૂનમાં કોમર્શિયલ સિલિન્ડર 53.50 રૂપિયા મોંઘો થયો અને દિલ્હીમાં ભાવ 3113.50 રૂપિયા પહોંચ્યો. ઘરગથ્થુ સિલિન્ડરના ભાવ તો સ્થિર રહ્યા, પણ પહેલી જુલાઈએ નવા ભાવ જાહેર થશે. તૈયાર રહેજો.
CNG-PNG અને વિમાનનું ભાડું પણ બદલાશે
દર મહિનાની પહેલી તારીખે એટીએફ એટલે કે વિમાનનું ઇંધણ, સીએનજીઅને પીએનજીના ભાવ રિવાઈઝ થાય છે. સરકાર એલપીજીને બદલે પીએનજીનો વપરાશ વધારવા માંગે છે. જૂનમાં સીએનજી અને એટીએફ બંને મોંઘા થયા હતા, એટલે પહેલી જુલાઈએ ફરી ભાવ વધે તેવા એંધાણ છે.
HDFC ક્રેડિટ કાર્ડ વાળા સાવધાન: ફ્રી લાઉન્જ બંધ!
એચડએસી 'Regalia Gold Credit Card' યુઝર્સ માટે ખરાબ સમાચાર. હવે ફ્રી ડોમેસ્ટિક ઍરપૉર્ટ લાઉન્જ એક્સેસ માટે છેલ્લા 3 મહિનામાં 60,000 રૂપિયા ખર્ચ કરવો ફરજિયાત છે. ઓછો ખર્ચ કરશો તો લાઉન્જમાં એન્ટ્રી નહીં મળે. લાઉન્જમાં થતી ભીડ ઘટાડવા બેંક દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે.

જુલાઈમાં બેંક ક્યારે બંધ રહેશે?
ગુજરાતીઓ માટે રાહતના સમાચાર. આરબીઆઈના કેલેન્ડર મુજબ જુલાઈ 2026માં બેંક માત્ર 6 રવિવાર અને બીજા-ચોથા શનિવારે જ બંધ રહેશે. એટલે બેંકના કામનું ટેન્શન નહીં, પણ કામ વહેલા પતાવી લેજો.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી અત્યારે જ તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...