નિલેશ વાઘેલા
મુંબઇ: હોર્મુઝ સ્ટ્રેઇટમાં પાછલા સપ્તાહના અંત ભાગ દરમિયાન અમેરિકા અને ઇરાન વચ્ચે પરસ્પર મિસાઇલ અને ડ્રોણ હુમલા શરૂ થવા સાથે એકબીજાના વિનાશના ઉચ્ચારણોને કારણે ફરી ભીષણ યુદ્ધ શરૂ થવાના અણસારોને કારણે સોનાચાંદીમાં ફરી ઉછાળાનો માહોલ જોવા મળ્યો હતો. વાયદા બજારમાં સવારના સત્રમાં ભાવ પર દબાણ જોવા મળ્યું હતું, જોકે, મુંબઇના હાજર બજારમાં વિપરીત ચિત્ર દેખાઇ રહ્યું છે.
હોર્મુઝ સ્ટ્રેઇટની અશાંતિ ઉપરાંત ભારતની સરહદે ચીનની શંકાસ્પદ હરકતોને કારણે ફરી રોકાણકારોનું ધ્યાન રિસ્ક એસેટ તરફથી સેફ એસેટ તરફ મંડાયું હોવાથી ખૂલતા સત્રમાં જ બુલિયન બજારમાં મોટા ધબડકા જોવા મળ્યા હતા. મુંબઇના ઝવેરા બજારમાં ખૂલતા સત્રમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૧,૩૯,૮૭૩ના પાછલા બંધ સામે રૂ. ૨૦૩૮ના જોરદાર ઉછાળા સાથે દસ ગ્રામે રૂ. ૧,૪૧,૯૧૧ની સપાટીએ પહોંચ્યું હતું,
જ્યારે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૧,૩૯,૩૧૩ પ્રતિ દસ ગ્રામની પાછલી બંધ સપાટી સામે રૂ. ૨૦૩૦ના ઉછાળા સાથે રૂ. ૧,૪૧,૩૪૩ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યું હતું. જ્યારે .૯૯૯ ટચની હાજર ચાંદી
રૂ. ૨,૧૬,૫૪૧ પ્રતિ એક કિલોગ્રામની પાછલી સપાટી સામે રૂ. ૫૦૫૯ના ઉછાળા સાથે રૂ. ૨,૨૧,૬૦૦ બોલાઇ હતી.હોર્મુઝ સ્ટ્રેઇટ પર ફરીથી મિસાઇલ હુમલા શરૂ થઇ ગયા હોવાથી રોકાણકારો યુએસ અને ઈરાન વચ્ચે શરૂ થયેલી નવી દુશ્મનાવટ, ક્રૂડ ઓઈલના ભાવમાં થઇ રહેલી વધઘટ અને મેક્રોઈકોનોમિક ડેટાના પ્રવાહની અસર વચ્ચે આ સપ્તાહે સોના અને ચાંદી પર દબાણ રહેવાની શક્યતા માર્કેટ એનાલિસ્ટ દર્શાવી રહ્યા છે.
બજારના સહભાગીઓ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિના નવા સંકેતો માટે મુખ્ય અર્થતંત્રોમાંથી ઉત્પાદન અને સેવાઓના પીએમઆઇ, યુરોઝોનમાંથી ફુગાવાના ડેટા અને યુએસ નોનફાર્મ પેરોલ અને બેરોજગારીના આંકડા પર ઝીણવટભરી નજર રાખશે. લશ્કરી સંઘર્ષમાં તીવ્ર વધારો થયા પછી યુએસ-ઈરાન વાટાઘાટો અટકી ગયા પછી ભૌગોલિક રાજકીય વિકાસ પણ ફોકસમાં રહેવાની અપેક્ષા હોવાનું વિશ્ર્લેષકોએ જણાવ્યુ હતુ.
તેમણે ઉમેર્યું હતું કે લશ્કરી સંઘર્ષમાં તીવ્ર વધારો થયા પછી યુએસ-ઈરાન વાટાઘાટો અટકી ગયા પછી ભૌગોલિક રાજકીય વિકાસ પણ ધ્યાન કેન્દ્રિત રહેવાની અપેક્ષા છે. ૨૯ જાન્યુઆરીથી ૨૫ ટકાથી વધુ ઘટાડા પછી ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ અને રેટિંગ એજન્સીઓએ સોનાના અંદાજને ઘટાડ્યો છે. માર્કેટ એનાલિસ્ટ જણાવે છે કે, સોના અને ચાંદીના ભાવ માટે, ગતિ હજુ પણ ઘટાડાતરફી અને કરેકશન તરફી દેખાઇ રહી છે.
અમેરિકા-ઈરાન પર તાજા હુમલાઓ અને રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા યુરોપિયન યુનિયન પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની ધમકી બાદ ચીનની સેન્ટ્રલ બેંક દ્વારા સોનાની ખરીદી ચાલુ રહેવાથી પણ ભાવને ટેકો મળ્યો હતો. જોકે, યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાથી નફામાં ઘટાડો થયો છે, જ્યારે ચાંદી નબળા ઔદ્યોગિક ધાતુઓ, મજબૂત ડોલર અને ધીમી માગને કારણે દબાણ હેઠળ રહી છે. બુલિયનના ભાવ મોટાભાગે આગામી યુએસ આર્થિક ડેટા, ફેડરલ રિઝર્વ અધિકારીઓ અને યુએસ ડોલરની દિશા પર નિર્ભર રહેશે.
પાછલા અઠવાડિયામાં ૨૪ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૨,૫૧૦ સુધીનો ઘટાડો થયો છે, જ્યારે ૨૨ કેરેટ સોનામાં રૂ. ૨,૩૦૦નો ઘટાડો થયો છે. ચાંદીના ભાવ પણ નબળા પડ્યા છે, જે કિંમતી ધાતુઓમાં વ્યાપક સુધારાને પ્રતિબિંબિત કરે છે. ઇન્ડિયન બુલિયન એસોસિએશનના ડેટા અનુસાર, ૧૦ મેથી અત્યાર સુધીમાં સોનામાં રૂ. ૧૩,૨૬૭નો ઘટાડો થયો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ મેના રોજ નાગરિકોને એક વર્ષ માટે બિન-આવશ્યક સોનાની ખરીદી ટાળવાની અપીલ કર્યા બાદ એસોસિએશનનો ડેટા આવ્યો છે, જેમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ભારતના વધતા આયાત બિલને વિદેશી હૂંડિયામણ અનામત બચાવવા માટે મદદ કરવાના કારણો તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, આ સપ્તાહે સોના અને ચાંદી પર દબાણ રહેવાની શક્યતા છે કારણ કે રોકાણકારો યુએસ અને ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલા યુદ્ધ, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને મેક્રોઈકોનોમિક ડેટાના પ્રવાહની અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છે. બજારના સહભાગીઓ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિના માર્ગ પર નવા સંકેતો માટે મુખ્ય અર્થતંત્રોમાંથી ઉત્પાદન અને સેવાઓના પીએએમઆઇ યુરોઝોનમાંથી ફુગાવાના ડેટા અને યુએસ નોનફાર્મ પેરોલ અને બેરોજગારીના આંકડા પર નજીકથી નજર રાખશે.