Wed Sep 09 2026

Logo

કતાર એરવેઈઝની ફ્લાઈટથી 1600 ભારતીયો વતનમાં પરત ફર્યા...

2026-03-17 22:28:02
Author: Mumbai Samachar Team
કતાર એરવેઈઝની ફ્લાઈટથી 1600 ભારતીયો વતનમાં પરત ફર્યા...

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત માહોલ હવે સંવેદનશીલ બની રહ્યો છે. આ માહોલ વચ્ચે ત્યાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ પરત વતનમાં આવી રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મોટી સંખ્યામાં ભારતીયો મિડલ ઈસ્ટમાં ફસાયેલા છે. આ ભારતીયોને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં કતાર એરવેઈઝ ભારત માટે કુલ 9 ફ્લાઇટ્સ ચલાવી રહી છે, જેના માધ્યમથી તમામ ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવશે.

ખાસ ફ્લાઈટ ઑપરેશન શરૂ કર્યા
અમેરિકા-ઈઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે અનેક દેશોની ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. આવી સ્થિતિમાં કતાર એરવેઈઝ એ ભારત માટે 5 ફ્લાઇટ્સ સંચાલિત કરી હતી. આ ફ્લાઇટ્સમાં દિલ્હી માટે 2 ઉડાનો અને મુંબઈ, કોચ્ચી અને તિરવનંથપુરમ માટે એક-એક ઉડાનનો સમાવેશ થાય છે. કુલ મળીને, આજે કતાર એરવેઝની ફ્લાઈટ મારફતે આશરે 1600 ભારતીય નાગરિકો સ્વદેશ પરત ફર્યા છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે કતાર એરવેઈઝે પોતાનો એરસ્પેસ બંધ કરી દીધો હતો. એ પછી કતારે માત્ર લિમિટેડ ફ્લાઈટ ઑપરેશન ચાલું કર્યા હતા. આ માહોલ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી કે, કતાર એરવેઈઝના બુકિંગ માટે તેની ઓફિશિયલ વેબસાઈટનો ઉપયોગ કરવામાં આવે. 

ભારતીયોને મળી રહી છે સતત સહાય
આ ઉપરાંત ટ્રાવેલ એજન્ટ અને એપ્લિકેશનની મદદથી પણ તે શક્ય બની રહ્યું છે. દોહા સ્થિત ભારતીય દૂતાવાસ ફસાયેલા વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો માટે સાઉદી અરેબિયા સ્થિત ટ્રાંઝિટ વિઝાની સુવિધા અપાવી રહ્યું છે. આ ભારતીયો પહેલા પણ અમુક વિદ્યાર્થીઓ સાઉદી અરેબિયા સુધી રોડ ટ્રાવેલ કરીને ફ્લાઈટ સુધી પહોંચ્યા હતા.દોહામાં રહેલા ભારતીય દૂતાવાસ આગામી સપ્તાહ દરમિયાન તમામ દિવસોમાં કાઉન્સ્યુલર સેવાઓ આપશે, જેમાં પાસપોર્ટ આપવાની સેવા પણ સામેલ છે. આ માટે દૂતાવાસ પોતાનો કંટ્રોલ રૂમ, હેલ્પલાઇન, ઈમેલ અને WhatsApp દ્વારા 24x7 ધોરણે કાર્યરત રહેશે, જેથી ભારતીય નાગરિકોને સતત સહાય મળી રહે.