Thu Apr 16 2026

Logo

પહેલગાંવના મુદ્દે દીદીએ કરેલા નિવેદન પર ભાજપમાં ગુસ્સો, કહ્યું હિન્દુ વિરોધી એજન્ડા

2026-04-06 18:49:30
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે એમ રાજકીય પાર્ટીઓ વચ્ચે આક્ષેપબાજી ચરમસીમાએ પહોંચી રહી છે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમાત બેનર્જીએ સવાલ કર્યો હતો કે, શું ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલા વધુ એક પહેલગાંવ હુમલાની યોજના બનાવી રહી છે? દીદીની આ વાત પર ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપ્યો છે. ભાજપે કહ્યું કે, તે લઘુમતી વોટબેંકને ખુશ કરવા માટેના હેતુંથી આવું કરી રહ્યા છે. 

વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા ન આપી
નાદિયા જિલ્લાના બેથુઆદાહારીમાં એક જનસભાને સંબોધતા મમતાએ કહ્યું હતું કે, પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ દ્વારા કૉલકાતા પર હુમલો કરવાની વાત કરવામાં આવી છે. આ મુદ્દાનો ઉલ્લેખ કરીને દીદીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીએ કુચબિહારની રેલીમાંથી આ ધમકી પર કેમ કોઈ પ્રકારની પ્રતિક્રિયા ન આપી? પાકિસ્તાનના રક્ષામંત્રી કહી રહ્યા છે કે, તેઓ કૉલકાતાને નિશાન બનાવી હુમલો કરશે. વડાપ્રધાન મોદીએ એવું કેમ ન કહ્યું કે, અમે પણ જવાબ આપીશું? શું વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર પહેલગાંવ જેવી ઘટના બનશે? જો કોઈ કૉલકાતાને નિશાન બનાવવાની વાત કરે છે તો ભારતીય નાગરિકો આવી કોઈ વાતને સ્વીકારશે નહીં

 

વડાપ્રધાન રાજીનામું આપે
દીદીએ પોતાની વાતને આગળ કરતા કહ્યું હતું કે, આવી વાત પર તમને શરમ કેમ નથી આવતી? તમારે રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું હતું કે, આ હિન્દુ વિરોધી એજન્ડા છે.તૃણમૂલ કોંગ્રેસ એક હિન્દુ વિરોધી પાર્ટી છે. પોતાની વોટબેંકને ખુશ કરવા માટે પહેલગાંવ હુમલાની સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધી. પહેલગાંવ હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓએ નિર્દોષ હિન્દુઓની હત્યા કરી નાંખી હતી.