Sun Sep 06 2026

Logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શુક્રવારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે, રાહુલ ગાંધી હાજર રહેશે

2026-06-04 21:27:48
Author: Chandrakant Kanoja
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શુક્રવારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે, રાહુલ ગાંધી હાજર રહેશે

બેંગલૂરુ : કોંગ્રેસ રાજ્યસભામાં પોતાની સ્થિતી મજબૂત બનાવવાની કવાયત કરી રહી છે. તેમજ કર્ણાટકમાં રાજ્યસભાની ચારમાંથી ત્રણ બેઠક જીતી શકે તેમ છે. જેના પગલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શુક્રવારે રાજ્યસભાની ઉમેદવારી નોંધાવશે. આ પ્રસંગે રાહુલ ગાંધી પણ હાજર રહેશે. 

કોંગ્રેસ અનેક દિગ્ગજ નેતાઓને રાજ્યસભા મોકલશે 

આ ઉપરાંત કોંગ્રેસ વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ, ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડા અને કેન્દ્રીય પ્રધાન જ્યોર્જ કુરિયનને પણ ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે. જેના લીધે રાજ્યસભાના તેની સ્થિતી મજબૂત બની શકે. જ્યારે કર્ણાટકમાં પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર બાકીની બે બેઠકો માટે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા અને પાર્ટીના વરિષ્ઠ નેતા મન્સૂર અલી ખાનના નામ પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે.

રાજસ્થાનમાંથી નીરજ ડાંગી અને મધ્ય પ્રદેશમાંથી કમલનાથની ચર્ચા 

આ ઉપરાંત રાજસ્થાનમાંથી રાજ્યસભા બેઠક માટે નીરજ ડાંગીના નામની ચર્ચા ચાલી રહી છે. જ્યારે  મધ્યપ્રદેશમાંથી કોંગ્રેસ રાજ્યસભામાં મહિલા નેતા મોકલવાની શક્યતા પર પણ ચર્ચા કરી રહી છે. શોભા ઓઝા અને મીનાક્ષી નટરાજન જેવા નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે, કમલનાથ પણ મધ્યપ્રદેશમાંથી રાજ્યસભામાં પ્રવેશવા માટે ઉત્સુક છે. તમિલનાડુમાંથી  પ્રવીણ ચક્રવર્તીનું નામ વિચારણા હેઠળ છે, 

તમિલનાડુમાં કોંગ્રેસ તરફથી પ્રવીણ ચક્રવર્તી ઉમેદવાર બની શકે છે 

ઝારખંડમાં અનેક નામો પર ચર્ચા ચાલી રહી છે. જેની માટે સ્થાનિક નેતાની નામની વિચારણા કરવામાં આવી રહી છે. જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે રાજ્યસભાની એકમાત્ર ખાલી બેઠક તેમના ગઠબંધન ભાગીદાર કોંગ્રેસને ફાળવી દીધી છે. રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસના રણનીતિકાર પ્રવીણ ચક્રવર્તી પાર્ટીના ઉમેદવાર બની શકે છે.