Sun Jul 26 2026

Logo

મધ્ય પ્રદેશનું અનોખું નાગમંદિર, માનવ રૂપમાં બિરાજમાન છે નાગદેવતા

2026-07-19 19:07:37
Author: Chandrakant Kanoja
Article Image

ઉજ્જૈન: મધ્ય પ્રદેશમાં નાગદેવતા અનેક ચમત્કારી અને પુરાતન  મંદિરો છે. જેમાં ઉજ્જૈન મહાકાલેશ્વર ધામમાં સ્થિત નાગચંદ્રેશ્વર મંદિર વર્ષમાં એક જ વાર નાગપંચમીના દિવસે 24 કલાક માટે ખૂલે છે.  જ્યારે સાગર અને બડવાની જેવા વિસ્તારના પણ નાગ મંદિર છે. જેમાં સાગર જિલ્લાના રહેલીના સુર્યમંદિરમાં સ્થિત નાગમંદિર એક અનોખું નાગમંદિર છે. 

મૂર્તિમાં માનવ ચહેરો 

જેમાં મળતી માહિતી મુજબ સાગર જિલ્લાના રેહલી ખાતે સૂર્ય મંદિરમાં 9મી સદીની નાગ-દેવતા ની મૂર્તિ સ્થાપિત છે. આ મૂર્તિમાં માનવ ચહેરો છે. જ્યારે નીચેનો ભાગ  કમર નીચે  એક નાગનો છે. તેમજ નર અને માદા નાગોને એક સાથે ગૂંથેલા દર્શાવવામાં આવ્યા છે. 

મૂર્તિઓને માથા ઉપર ત્રણ નાગની ફેણથી બનાવેલ મુગટ

નાગ પંચમી પર મોટી સંખ્યામાં ભક્તો આ સર્પ મૂર્તિઓના દર્શન અને પૂજા કરવા માટે મંદિરમાં ઉમટે છે. સૂર્ય મંદિરની પાછળની દિવાલ પર સ્થિત આ મૂર્તિઓ મહત્વપૂર્ણ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આ મૂર્તિઓને માથા ઉપર ત્રણ નાગની ફેણથી બનાવેલ મુગટ, કુંડળ, બંગડી,કડા અને કમરબંધ જેવા આભૂષણો સાથે દર્શાવવામાં આવ્યા છે.

આ મંદિરના પ્રવેશદ્વાર પર નટરાજની એક સુંદર પ્રતિમા છે. તેમજ અહીં 9મી સદીની સૂર્ય ભગવાનની પથ્થરની પ્રતિમા પણ સ્થાપિત છે.

રેહલી શહેર સાગરથી 40 કિલોમીટર દૂર

સાગર જિલ્લામાં આવેલું  રેહલી શહેર સાગરથી 40 કિલોમીટર દૂર છે. સોનાર નદીના બંને કાંઠે વસેલું આ શહેર પ્રાચીન અને ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ છે. નદીના ડાબા કાંઠે એક ખંડેર કિલ્લો, પધારીનાથ મંદિર અને એક પ્રાચીન સૂર્ય મંદિર છે. 

18મી સદીમાં તેનું પુનર્નિર્માણ કરાયું 

જોકે, 8મી  કે 9મી સદીના બનેલું મૂળ સૂર્ય મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. જેને મરાઠા શાસન દરમિયાન 18મી સદીમાં પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સૂર્ય મંદિરના પુનર્નિર્માણમાં તેના સ્થાપત્ય ઘટકોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો.હાલ તે પ્રાચીન સૂર્ય મંદિર તરીકે ઓળખાય છે.