અત્યારે રોજના 25 લાખ સિલિન્ડર બુક થાય છે; કાળાબજાર રોકવા રાજ્યોને કડક આદેશ
નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની માઠી અસર ઊભી થઈ રહી છે. સમગ્ર દેશમાં ગેસની કટોકટી ઊભી થઈ રહી છે. એવામાં સરકારે બુકિંગની સમયમર્યાદામાં ફેરફાર કર્યો છો. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતમાં ગેસ સિલિન્ડરની બુકિંગમાં વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને ઉતાવળમાં કોઈ ખરીદી ન કરવા અપીલ કરી છે.
શું કહ્યું સચિવે?
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે અગાઉની સરખામણીમાં હવે દરરોજ લગભગ 25 લાખ વધુ LPG સિલિન્ડર બુક થઈ રહ્યા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયમાં માર્કેટિંગ અને તેલ રિફાઇનરી વિભાગની સંયુક્ત સચિવે પ્રેસ કોન્ફરન્સ કરીને વર્તમાન પરિસ્થિતિ અંગે લોકોને માહિતી આપી હતી.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે, હું દેશના તમામ નાગરિકોને અપીલ કરું છું કે, અફવાઓ પર વિશ્વાસ ન કરો અને પેનિક બાયિંગ (ઉતાવળે ખરીદી) ન કરો. સામાન્ય રીતે દરરોજ સરેરાશ લગભગ 50થી 55 લાખ LPG બુકિંગ થાય છે, પરંતુ છેલ્લાં કેટલાક દિવસોમાં આ સંખ્યા વધીને લગભગ 75થી 76 લાખ સુધી પહોંચી ગઈ છે.
પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે.
પબ્લિક સેક્ટરની ઓઈલ માર્કેટિંગ કંપનીઓના કોલ સેન્ટરને પણ મજબૂત બનાવવામાં આવ્યા છે. કોલ સેન્ટરમાં બેઠકોની સંખ્યા વધારીને 400 કરી દેવામાં આવી છે અને ટેલિફોન લાઈનોની સંખ્યા પણ વધારીને 50 કરવામાં આવી છે, જેથી લોકો ત્યાં પોતાની ફરિયાદ નોંધાવી શકે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બ્લેક માર્કેટિંગ પર એક્શન લેવામાં આવી રહ્યા છે.
ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સચિવ તેમજ ગ્રાહક બાબતોના સચિવે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ફૂડ અને સિવિલ સપ્લાયઝ વિભાગના તમામ સચિવો જોડાયા હતા અને તેમને હાલની પરિસ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં ફ્યુલ સપ્લાય ચેઈન
કેટલાક રાજ્યમાં ગેસના કારણે ફ્યુલ સપ્લાય ચેઈનને માઠી અસર પહોંચી છે. આને કારણે રેસ્ટોરાં, હોટેલ ચેઈન, પીજી, કંપનીઓની કેન્ટિન, કાફેને અસર પહોંચી છે. રાજ્યોને સલાહ આપવામાં આવે છે કે, કાળા બજારીને રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે. ખોટી પરિસ્થિતિ ઊભી થાય થાય એને કંટ્રોલ કરવામાં આવે. .
જે સ્થિતિ છે એનું ક્રોસ ચેકિંગ કરવામાં આવે અને ખોટું હોય ત્યાં લીગલ એક્શન લેવામાં આવે. આ એક્શન પાછળ જિલ્લા ક્લેક્ટર, SDM અને કમિશનરની મોટી ભૂમિકા હોય છે. આ ઓથોરિટી પાસે પૂરતા સોર્સ છે, ટુલ્સ છે.
જુદા જુદા રાજ્યોમાં કેવી પરિસ્થિતિ?
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓએ પોતાના રાજ્યોમાં ગેસ સપ્લાયની સ્થિતિની સમીક્ષા કરી છે અને જિલ્લા કલેક્ટર (DM) તથા પોલીસ અધિકારીઓ (SP)ને જરૂરી સૂચનાઓ પણ આપી છે. આ ઉપરાંત મેઘાલય, ત્રિપુરા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, કેરળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર, તેલંગણા, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, યુપી અને બિહાર જેવા રાજ્યોમાં આ પરિસ્થિતિને લઈને દરરોજ પ્રેસ બ્રીફિંગ પણ કરવામાં આવી રહી છે. બીજી ઝાંસીમાં ગેસ સિલિન્ડરથી ભરેલો એક ટ્રક ચોરી થઈ ગયો હતો, જેને પોલીસે સફળતાપૂર્વક પરત મેળવી લીધો છે, પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.