બેંગ્લુરૂઃ બોલિવૂડ અને સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના મધુર અવાજથી એકથી એક ચડિયાતા ગીતને કંઠ આપનારા ગાયિકા જમુના રાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. પોતાની કરિયમાં જમુના રાનીએ આશરે 6000થી વધારે ગીતને કંઠ આપ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી તે ઉંમર સંબંધીત સમસ્યાઓથી પીડાતા હતા. બેંગ્લુરૂમાં તેણે પોતાના નિવાસસ્થાને અંતિમશ્વાસ લીધા હતા. એમના નિધનના સમાચાર આવતા જ સમગ્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર જોવા મળી હતી. એમના અંતિમસંસ્કાર કલ્લાહલ્લીમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવ્યા હતા.
સાત વર્ષની ઉંમરે સંગીત ક્ષેત્રે સક્રિય
વર્ષ 1938માં આંધ્ર પ્રદેશમાં જન્મેલા જમુના રાણી સાત વર્ષની ઉંમરે જ ગાયન ક્ષેત્રે એક્ટિવ થઈ ગયા હતા. બાળપણમાંથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનો ચાન્સ મળતા એમને સંગીત ક્ષેત્રનો એક બહોળો અનુભવ મળ્યો હતો. આગળ જતા સંગીતની દુનિયામાં, ખાસ કરીને ગાયન ક્ષેત્રે એમનો કંઠ આજે અમર બની ગયો હતો. 'ત્યાગય્યા' નામની સાઉથની ફિલ્મથી ગાયનની શરૂઆત કરનાર જમુના રાનીએ પોતાની લાંબી કેરિયરમાં તેલુગુ, તમિલ, કન્નડ તથા મલયાલમ ભાષામાં 6 હજારથી વધારે ગીત ગાયા છે.
પોતાના અલગ અવાજ અને પંચની વિશિષ્ટતાથી તેના ગીત અલગ તરી આવતા હતા. બાકીના ગાયકો કરતા એમનો કંઠ જ એમને બીજાથી અલગ પાડતો હતો. ક્લબ ડાંન્સ, જીપ્સી, લોકગીત પરના ગાયનો પર એમનો અવાજ બંધ બેસતો હતો. 'કલ્યાણી' નામની ફિલ્મથી તેમને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનો ચાન્સ મળ્યો હતો. અહીંયાથી એમને મોટો બ્રેક મળ્યો અને સફળ પણ થયા.
અસંખ્યા સદાબહાર ગીતને અવાજ આપ્યો
જમુના રાનીએ અસંખ્ય સદાબહાર ગીતો દ્વારા તેલુગુ સિનેમામાં ભારે લોકપ્રિયતા હાંસલ કરી હતી. પ્રખ્યાત તેલુગુ ગીતો-જેમ કે 'સરદા સારદા સિગારેટ', 'એન્થા ટક્કરી વાદુ નારાજુ', 'મુક્કુમેધુ નિરખી... ની મુખાનીકે આડા', 'કોટુ બુટુ વીદા બાવા વાચાદ્યા', અને 'પડા પડવે વૈયારી ગલીપતામા' - આજ દિવસ સુધી ખૂબ જ લોકપ્રિય છે. સંગીતનો જાદુ માત્ર ભારતીય ભાષાઓ સુધી સીમિત નહતો. .
આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પોતાની ઓળખ બનાવી. શ્રીલંકન સિંહલા ફિલ્મો માટે તેણીએ ગાયેલા ગીતોએ વ્યાપક પ્રશંસા મેળવી હતી. યુગલ ગીત 'જીવન મેં ગમાના રામસે' - જાણીતા ગાયક એ.એમ. સાથે ગાયું હતું. સિંહાલી ફિલ્મ 'સદા સુલંગ' માટે રાજા - શ્રીલંકાના સંગીતના ઈતિહાસમાં ક્લાસિક બની ગઈ હતી અને આજે પણ તેની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે.
દક્ષિણ ભારતીય સંગીતજગતને મોટી ખોટ
આ વર્ષમાં મનોરંજન જગતે સમયમાં અનેક દિગ્ગજ હસ્તીઓ ગુમાવી છે,જેમાં હવે જમુના રાનીથી ઉમેરો થયો છે. સંગીત ક્ષેત્રમાં એમના કંઠની ખોટ અવશ્ય વર્તાશે. જમુનાના નિધનને કારણે ચાહકો ખૂબ જ દુઃખી છે. જમુના રાનીનું અવસાન દક્ષિણ ભારતીય સંગીત ઉદ્યોગ માટે એક મોટું અને ન ભરી શકાય એવું નુકસાન માનવામાં આવે છે.
પોતાના સંગીત ક્ષેત્રની સફરમાં તેમણે ટીએમ સૌદરરાજન, સિરકાલી ગોવિંદરાજન, ચિરુચી લોગનાથન, પીબી શ્રીનિવાસ, એએમ રાજા, પી.સુશીલા, પી.લીલા, એલઆર ઈશ્વરી, જિક્કી, એસ. જાનકી, શુલમંગલમ રાજલક્ષ્મી અને એમ.એસ. રાજેશ્વરી જેવા મોટા ગાયકો સાથે પોતાનો કંઠ શૅર કર્યો છે.
તેમણે વિશ્વનાથન-રામમૂર્તિ, કે.વી. મહાદેવન, ટી.આર. પાપા, વી. કુમાર, જી.કે. વેંકટેશ અને ઇલૈયારાજા જેવા સુપ્રસિદ્ધ સંગીતકારોના નિર્દેશનમાં કામ કર્યું. સંગીત ક્ષેત્રમાં તેમના અપ્રતિમ યોગદાનને ધ્યાનમાં રાખીને, તમિલનાડુ સરકારે તેમને 1998 માં પ્રતિષ્ઠિત 'કલાઈમામણિ એવોર્ડ' અને 2002 માં 'અરિગ્નાર અન્ના એવોર્ડ' થી સન્માનિત કર્યા.