Thu May 07 2026

Logo

‘ચૈન સે હમકો કભી આપને જીને ના દીયા....’, આશાના ગીત જેટલા ચમકીલા હતા, જીવન એટલું જ ઝાખું

2026-04-12 14:05:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ પ્રખ્યાત બોલિવુડ ગાયિકા આશા ભોંસલેનુ આજે 92 વર્ષે અંતિમ શ્વાસ લીધા છે. આશા ભોંસલે સંગીત થકી બોલિવુડમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમના નિધનથી હવે બોલિવુડ સહિત સંગીત જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોતાની કારકિર્દી દરમિયાન 12,000 થી વધુ ગીતો ગાયા છે, આશા ભોંસલે તેમના અંગત જીવનને લઈને પણ વારંવાર ચર્ચામાં આવેલા છે. 90 વર્ષની ઉંમરે તેમણે સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ચાલો આશા ભોંસલાના પરિવાર વિશે જાણીએ...

16 વર્ષની ઉંમરે તેમણે ભાગીને લગ્ન કર્યાં 

વિગતે વાત કરવામાં આવે તો, 1933માં મહારાષ્ટ્રના સાંગલીમાં આશા ભોંસલનો જન્મ થયો હતો. તેમના પિતા દીનાનાથ મંગેશકર પણ સંગીતકાર હતા. આશા ભોંસલે માત્ર 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું હતું. તે વખતે તેમણે પોતાની મોટી બહેન લતા મંગેશકર સાથે મળીને પરિવારને મદદ કરવા માટે ગાવાનું શરૂ કર્યું હતું. આમાંથી જે રૂપિયા આવતા હતા તેનાથી તેમના પરિવારનું ગુજરાન ચાલતું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે ભાગીને લગ્ન કર્યાં હતાં. આશા ભોંસલેએ બે વખત લગ્ન કર્યાં હતાં તેમના પહેલા પતિનું નામ ગણપતરાવ ભોંસલે હતું. આશા ભોંસલેના પરિવાર અને તેમની બહેનને આ લગ્ન મંજૂર નહોતો. કારણ કે, લગ્ન વખતે આશા ભોસલે 16 વર્ષના હતા અને ગણપતરાવની ઉંમર 31 વર્ષ હતી. પરિવાર ના માન્યો તો એટલે ભાગીને લગ્ન કર્યાં હતાં. જો કે, માત્ર 11 વર્ષ પછી જ તેમના લગ્નનો અંત આવી ગયો હતો. 

ઘરેલુ હિંસાનો ભોગ બન્યા હતાં આશા ભોંસલે

આશા ભોંસલેને તેમના સાસરિયા વાળા ખૂબ જ હેરાન કરતા અને તેમનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ તેઓ ઘરેલુ હિંસાનો ભોગ બન્યા હતા. જેથી આશા ભોંસલેએ તેમના લગ્નજીવન અને પતિને છોડીને જતા રહ્યાં હતા. પતિને છોડીને ગયા ત્યારે તેઓ ગર્ભવતી હતાં. ગણપતરાવ સાથેના લગ્નને કારણે તેમના પરિવારે તેમની સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા, તો બીજી તરફ, તેમણે તેમના સાસરિયાઓ દ્વારા અપાર દુઃખ સહન કર્યું હતું. જેથી તેમણે જીવનલીલા સંકેલી લેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેમના પરિવારે બચાવી લીધા હતા.

આશા ભોંસલેની દીકરીએ આત્મહત્યા કરી લીધી હતી

પહેલા લગ્નથી આશા ભોંસલેને ત્રણ સંતાનો હતા, હેમંત, વર્ષા અને આનંદ. સૌથી મોટા દીકરા હેમતનું 2015માં કેન્સરના કારણે મોત થઈ ગયું હતું. જ્યારે તેમની દીકરી વર્ષા ભોંસલે પોતે પત્રકાર હતી. વર્ષા ભોંસલેએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. નાનો દીકરો આનંદ ભોંસલે છે, જે ફક્ત તેની માતા આશા ભોંસલેની કારકિર્દી જ નહીં, પણ તેમના રેસ્ટોરન્ટ વ્યવસાયનું પણ ધ્યાન રાખે છે.

આશા ભોંસલેએ 47 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યાં

વધારે વિગતે વાત કરવામાં આવે તો પહેલા લગ્ન બાદ 20 વર્ષી સુધી તેઓ એકલા રહ્યાં અને બાદમાં 47 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યાં હતાં. આશા ભોંસલેએ બીજા લગ્ન પ્રખ્યાત સંગીતકાર આર.ડી. બર્મન સાથે કર્યાં હતાં. આર.ડી. બર્મન આશા ભોંસલે કરતા 6 વર્ષ નાના હતા અને તેમને બધા પંચમ દા નામથી ઓળખતા હતાં. આ લગ્ન પણ માત્ર 14 વર્ષ જ ટકી શક્યા. સંગીતકાર આર.ડી. બર્મનનું નિંધન થઈ ગયું હતું. આજે 92 વર્ષની વયે આશા ભોંસલેએ પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.