વૃંદાવનઃ જનશક્તિ જનતા દળના વડા તેજ પ્રતાપ યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વૃંદાવનના વંશીવાટમાં ભગવાન કૃષ્ણનો વેશ ધરીને મુરલી વગાડતા હોય એવો પોઝ આપી રહ્યા છે. વાંસળી વગાડતી વખતે તેમનો આભાસ વ્યાપક ચર્ચાનો વિષય બન્યો છે.
આ વાયરલ વીડિયોમાં તેજ પ્રતાપ યાદવ કૃષ્ણના પરંપરાગત પોશાક પહેરેલા, હાથમાં વાંસળી પકડીને ઊભા છે. તેઓ ગોપીઓના જૂથ વચ્ચે ઊભા રહીને વાંસળી વગાડતા દેખાય છે. ધાર્મિક ગ્રંથોમાં ભગવાન કૃષ્ણનું ચિત્રણ કરવામાં આવ્યું છે તે રીતે અહીં દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. આ દ્રશ્ય વૃંદાવનના પ્રખ્યાત વંશીવટ પર તૈયાર થયલું છે, જે 'કૃષ્ણ લીલા' સાથે સંકળાયેલા પવિત્ર સ્થળ તરીકે આદરણીય છે.
તેજપ્રતાપ યાદવનો કૃષ્ણ ભક્તિનો નવો વીડિયો વાયરલ | TejPratapYadav | ViralVideo બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ અવારનવાર પોતાના અનોખા અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે હાલમાં તેમનો વધુ એક નવો વીડિયો ઇન્ટરનેટ પર… pic.twitter.com/mJQZEHUy6q
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 30, 2026
કેપ્શનમાં લખ્યું જોરદાર લખાણ
તેજપ્રતાપ યાદવે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું કે, વૃંદાવનના વંશીવટને તે દૈવી સ્થળ માનવામાં આવે છે જ્યાં ભગવાન કૃષ્ણ તેમની મધુર વાંસળી વગાડતા હતા, તેના સૂરો સાંભળીને ગોપીઓ તેમની તરફ અનિવાર્યપણે ખેંચાઈ જતી હતી. વધુમાં ઉમેર્યું કે, આ સ્થળ પ્રેમ, ભક્તિ અને દૈવી આનંદના પ્રતીક તરીકે ઊભું છે. જે આજે પણ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. તેજ પ્રતાપ યાદવ તેમના આધ્યાત્મિક અને ધાર્મિક વ્યક્તિત્વને કારણે વારંવાર ચર્ચામાં રહે છે. ભૂતકાળમાં પણ, તેઓ ભગવાન શિવ અથવા ભગવાન કૃષ્ણના ભક્ત તરીકે વિવિધ રીતે દેખાયા છે.
वृंदावन के पावन धाम में स्थित वंशीवट वह दिव्य स्थान माना जाता है जहाँ भगवान श्रीकृष्ण अपनी मधुर बांसुरी बजाते थे। बांसुरी की मोहक धुन सुनकर गोपियाँ और भक्त उनकी ओर खिंचे चले आते थे। मान्यता है कि यहीं से भगवान श्रीकृष्ण ने प्रेम, भक्ति और दिव्य आनंद का संदेश दिया। आज भी वंशीवट… pic.twitter.com/DJ8TGwt6fP
— Tej Pratap Yadav (@TejYadav14) May 30, 2026
જોરશોરથી સોશિયલ મીડિયા પર ચર્ચા
આ વખતે, વૃંદાવનમાં તેમનો 'કૃષ્ણ અવતાર' ફરી એકવાર હેડલાઇન્સમાં છે, અને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એમની આ પ્રવૃતિની જોરશોરથી ચર્ચા કરવામાં આવી રહી છે. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ કગરી રહ્યા છે. કેટલાક લોકો એના આસ્થા સાથે જોડી રહ્યા છે. કેટલાક લોકો આને રાજકીય સ્ટાઈલનો અલગ અંદાજ ગણાવી રહ્યા છે. તેજપ્રતાપ યાદવ આ વીડિયોથી તે ફરીવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.