અમેરિકામાં એક બસે છ ગાડીઓને અડફેટે લીધી, 5 લોકોના મોત અને 34 ઘાયલ
અમેરિકામાં એક મોટી બસ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અમેરિકાના વર્જીનિયામાં ઈન્ટરસ્ટેટ 95 પર આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ રોડ પર એક બસે પહેલા અનેક ગાડીઓને ટક્કર મારી અને બાદમાં તે એક ખાડીમાં પલટી ગઈ હતી. આ દરમિયાન પાંચ લોકાના મોત થયાં છે, જ્યારે 34થી પણ વધારો લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત સ્ટેફોર્ડ કાઉન્ટીમાં ક્કાંટિકો પાસે થયો હતો. બસે જે છ ગાડીઓને અડફેટે લીધી હતા, તેમાંથી પાંચ લોકોના મોત થયાં છે. અકસ્માતની ઘટના બાદ કુલ 44 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જેમાંથી અત્યારે ત્રણની હાલત વધારે ગંભીર છે.
બસમાં કુલ 34 લોકો મુસાફરી કરી રહ્યા હતા
આ અકસ્માત અંગે વિગતો આપતા એક પોલીસ કર્મચારીએ કહ્યું કે, પ્રાથમિક તપાસ પ્રમાણે બાંધકામ ક્ષેત્રને કારણે દક્ષિણ તરફ જતા વાહનોની ગતિ ધીમી પડી રહી હતી. ટ્રાફિક માટે બસ ધીમી ન થઈ અને છ વાહનો સાથે અથડાઈ. આ બસમાં કુલ 34 લોકો મુસાફરી કરી રહ્યાં હતાં. વધારે વિગતે વાત કરવામાં આવે તો, ફેડરલ ટ્રાન્ઝિટ એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તા પેટન વોગેલે કહ્યું કે, અત્યારે તેમના અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બસ ડ્રાઈવરને પણ ઈજાઓ થઈ હોવાના કારણે તેને હોસ્પ્ટિલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
અકસ્માત બાદ એક કારમાં આગ લાગી ગઈ
ચોંકાવનારી વાત એ છે કે, આ અકસ્માત બાદ એક કારમાં આગ લાગી ગઈ હતી. જેમાં ચાર લોકો સવાર હતા. આ ચારેયનું મોત થઈ ગયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મૃતકોમાં 45 વર્ષીય એક પુરૂષ, 44 વર્ષીય મહિલા, 13 વર્ષીય છોકરી અને 7 વર્ષીય છોકરાનું મોત થયું છે. આ તમામ લોકો ગ્રીનફિલ્ડ, મેસેચ્યુસેટ્સના રહેવાસી હતા. તમામ જાણકારી આપવામાં આવી છે, પરંતુ પોલીસ દ્વારા મૃતકોના નામ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. કારમાં સવાર ચાર લોકો સાથે એક 25 વર્ષીય મહિલાનું પણ મોત થયું છે.