Fri May 01 2026

Logo

ગુજરાતની સૌથી જૂની એલડી એન્જિનિયરિંગ કૉલેજનું રૂ. 194 કરોડના ખર્ચે થશે અપગ્રેડ

2026-02-19 18:40:46
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ અમદાવાદની ઓળખસમી અને ગુજરાતની સૌથી જૂની એલડી એન્જિનિયરિંગ કૉલેજને બજેટમાં રૂ. 194 કરોડ ફાળવવામાં આવ્યા હતા. સરકારે 2026 અને 2027 માટે રૂ. 194 કરોડની ફાળવણી કરી હતી. એલડી એન્જિનિયરિંગ કૉલેજ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી)ની તર્જ પર કામ કરી શકે તેવા ફેરફારો થશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 

કેમ્પસમાં રૂ. 51 કરોડનો રિસર્ચ પાર્ક ઊભો કરવામાં આવશે. રૂ. 49 કરોડ ઈલેક્ટ્રિકલ બિલ્ડિંગના એક્સટેન્શન માટે ખર્ચવામાં આવશે જ્યારે રૂ. 28 કરોડ નવા જીમખાના માટે ફાળવવામાં આવ્યા છે. આ સાથે કૉમ્પ્યુટર બિલ્ડિંગમાં  મોડ્યુલર ફર્નિચર માટે રૂ. 11.93 કરોડ વાપરવામાં આવશે. આ ઉપરાંત અન્ય સુવિધાઓને અપગ્રેડ કરવા માટે પણ ફાળવણી કરવામાં આવી છે. 

રાજ્ય સરકારે કૉલેજને રૂ. 430 કરોડ પાંચ વર્ષમાં આપવાનો નિર્ણય લીધો છે, જેના ભાગરૂપે હાલના બજેટમાં ફાળવણી કરવામાં આવી છે.